ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

ફિલ્મ “લિયો”નો થિયેટરોમાં જલવો, જાણો બોક્સ ઓફિસ કલેક્શન

Text To Speech

leo movie: સાઉથ સ્ટાર થલપથી વિજયની ફિલ્મ લિયો સતત ત્રીજા દિવસે પણ જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ પઠાણને ટક્કર આપી હતી. હાલમાં પણ કમાણીના મામલામાં લિયો અટકવાનું નામ નથી લઈ રહી.

છેલ્લા કેટલાક સમયથી સિનેમાઘરોમાં ફિલ્મો સારો દેખાવ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ફિલ્મોની વાર્તાઓ દર્શકોને રસપ્રદ છે તે ફિલ્મો જોરદાર કમાણી કરી રહી છે. પરંતુ જે ફિલ્મોની વાર્તાઓ ઠંડી હોય છે તે ફિલ્મોની હાલત બહુ ખરાબ થતી હોય છે. પઠાણ, જવાન, ગદર 2 અને જેલર જેવી ફિલ્મોની બમ્પર કમાણી વચ્ચે આ લિસ્ટમાં તમિલ ફિલ્મ લિયોનું નામ પણ ઉમેરાય તેમ લાગી રહ્યું છે.

થલપથી વિજયની ફિલ્મ લીઓ થિયેટરોમાં છવાઈ ગઈ છે. દર્શકોને આ તમિલ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આજે લિયોની રિલીઝનો ચોથો દિવસ છે અને તેની સાથે વિજયની ફિલ્મના ત્રીજા દિવસના કમાણીના આંકડા પણ સામે આવ્યા છે. પહેલા દિવસથી લઈને અત્યાર સુધી લીઓનું શાનદાર કલેક્શન સતત ચાલુ છે. ફિલ્મે ત્રીજા દિવસે પણ શાનદાર બિઝનેસ કરીને નિર્માતાઓને ખુશ કરી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે થલપતિ વિજયની ફિલ્મ લિયોએ ત્રીજા દિવસે 40 કરોડનો ધમાકેદાર બિઝનેસ કર્યો છે. વિજયની ફિલ્મને શનિવારે સારો નફો મળ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે રવિવારે આ આંકડામાં વધુ વધારો થઈ શકે છે. જોકે ફિલ્મની શરૂઆત પણ ખૂબ જ શાનદાર રહી હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે ઓપનિંગના મામલે શાહરૂખ ખાનની પઠાણને માત આપી હતી. લિયો તમિલ ફિલ્મની સૌથી મોટી ઓપનર બની છે.

આ પણ વાંચો: Leoએ મારી સેન્ચુરીઃ વર્લ્ડવાઇડ કલેક્શન 100 કરોડને પાર, પહેલા દિવસે તોડ્યો જવાનનો રેકોર્ડ

લીઓનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન:

વિજયની ફિલ્મ લીઓએ રિલીઝના દિવસે જ 64.8 કરોડનો શાનદાર બિઝનેશ કર્યો હતો. ત્યાર બાદ તેના બીજા દિવસે 35.25 કરોડ અને તેના ત્રીજા દિવસે 40 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યારે લીઓએ અત્યાર સુધીનો કુલ 140 કરોડનો બિઝનેશ કર્યો છે. ત્યારે આજે રવિવાર હોવાથી એમ મનાઈ રહ્યું છે. કે લીઓ આજે તેના ત્રણ દિવસ કરતાં પણ વધારે કમાણી કરશે.

આ પણ વાંચો: મહાભારત: મહાકાવ્ય કે પૌરાણિક કથા? વિવેક અગ્નિહોત્રી બનાવશે ફિલ્મ

Back to top button