ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલ અભિનેત્રી ગૌતમીએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

  • અભિનેત્રી ગૌતમી તાડીમલ્લાએ ભાજપમાંથી સતાવાર રીતે આપ્યું રાજીનામું
  • પક્ષમાં સમર્થનના અભાવને કારણે રાજીનામું આપી રહી છું : અભિનેત્રી

તમિલનાડુ: તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી ગૌતમી તાડીમલ્લાએ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જેને લઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, “પક્ષમાં સમર્થનના અભાવને કારણે રાજીનામું આપી રહી છું.” ફેબ્રુઆરી 2021માં અભિનેત્રી ગૌતમી તાડીમલ્લા BJPમાં જોડાઈ હતી. રાજકારણમાં તેમનું પગલું તેમના ચાહકો અને રાજકીય નિરીક્ષકો બંને તરફથી ઉત્સુકતા અને અપેક્ષા સાથે મળી હતી.

અભિનેત્રી રાજીનામા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી

અભિનેત્રી ગૌતમી તાડીમલ્લાએ ભાજપમાંથી રાજીનામા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, “ આજે હું મારા જીવનના એક અકલ્પનીય મુશ્કેલીના તબક્કે ઊભી છું અને જોઉં છું કે મને પક્ષ અને નેતાઓ તરફથી કોઈ સમર્થન મળી રહ્યું નથી એટલું જ નહીં, પણ મારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે પક્ષમાંથી કેટલાય લોકો સક્રિય રીતે તે જ વ્યક્તિની મદદ અને સમર્થન કરી રહ્યાં છે કે જેણે મારો વિશ્વાસ તોડ્યો છે અને મારા જીવન સાથે છેતરપિંડી કરી છે…”

ગૌતમીએ રાજીનામામાં પક્ષનું સમર્થન ન મળવાનો કર્યો ઉલ્લેખ 

ગૌતમીએ રાજીનામા અંગે જણાવ્યું કે, “ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય મેં ખૂબ જ ભારે હૃદય સાથે લીધો છે. હું 25 વર્ષ પહેલાં રાષ્ટ્રનિર્માણ માટેના મારા પ્રયાસોમાં યોગદાન આપવા માટે પાર્ટીમાં જોડાઈ હતી. તમામ પડકારોમાંથી પણ મને મારા જીવનમાં મેં જે પ્રતિબદ્ધતાનો સામનો કર્યો છે, તે પ્રતિબદ્ધતાનું સન્માન કર્યું છે.”

વધુમાં અભિનેત્રીએ જણાવ્યું કે, “હું 17 વર્ષની હતી ત્યારથી કામ કરું છું અને મારી કારકિર્દી સિનેમા, ટેલિવિઝન, રેડિયો અને ડિજિટલ મીડિયામાં 37 વર્ષ સુધી ફેલાયેલી છે. મેં મારું આખું જીવન કામ કર્યું છે. જેથી હું આ ઉંમરે આર્થિક રીતે સુરક્ષિત રહી શકું અને સાથે જ મારી દીકરીના ભવિષ્ય માટે પણ કામ કરી શકું. હું તે સ્થાને છું જ્યાં મારી પુત્રી અને મને સ્થાયી, સલામત-સુરક્ષિત થવું જોઈતું હતું  તેમ છતાં મને ભયાનક અનુભવ થયો કે સી.અલાગપ્પએ મારા પૈસા, મિલકત અને દસ્તાવેજો લઈ મારી સાથે છેતરપિંડી કરી.”

અભિનેત્રીએ કહ્યું કે,“અલાગપ્પએ મારી નબળાઈ અને એકલતા જોઈને લગભગ 20 વર્ષ પહેલાં મારો સંપર્ક કર્યો હતો, કારણ કે હું માત્ર એક અનાથ હતી. જેણે માતા-પિતા બંનેને ગુમાવ્યા હતા, પરંતુ એક શિશુ બાળક સાથેની એક માતા પણ હતી. જેણે એક સંભાળ રાખનાર વડીલ વ્યક્તિની આડમાં પોતાને અને તેના પરિવારને મારા જીવનમાં દાખલ કર્યા. લગભગ 20 વર્ષ પહેલાં આ પરિસ્થિતિમાં જ મેં તેને મારી કેટલીક જમીનોના વેચાણ અને દસ્તાવેજો સોંપ્યા હતા અને તાજેતરમાં જ મને ખબર પડી કે, તેણે મારી સાથે છેતરપિંડી કરી છે; બધા મને અને મારી પુત્રીને તેના પરિવારના એક ભાગ તરીકે આવકારવાનો ઢોંગ કરે છે. મારી મહેનતની કમાણી, મિલકતો અને દસ્તાવેજો પાછા મેળવવા માટે મેં આપણા દેશના કાયદા, નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કર્યું છે જેમ દરેક ભારતીય નાગરિકે સંપૂર્ણ સન્માન અને વિશ્વાસ સાથે કરવું જોઈએ કે મને ન્યાય મળશે. મેં મારા મુખ્યમંત્રી, મારા પોલીસ વિભાગ અને મારી ન્યાયિક પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે શ્રેણીબદ્ધ ફરિયાદો નોંધાવી છે, પરંતુ મને લાગે છે કે પ્રક્રિયા અણગમતી રીતે ખેંચાઈ રહી છે.”

આ પણ જુઓ :સુષ્મિતા સેને દુર્ગા પંડાલમાં જોરદાર ધુનુચી ડાન્સ કર્યો, જૂઓ વીડિયો

Back to top button