તમિલ અભિનેતા જયમ રવિ 15 વર્ષ બાદ પત્નીથી થયો અલગ, છૂટાછેડાની કરી જાહેરાત
- જયમ રવિએ વર્ષ 2009માં આરતી સાથે લગ્ન કર્યા હતા, બંનેને બે બાળકો છે
HD ન્યૂઝ ડેસ્ક, 9 સપ્ટેમ્બર: તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા જયમ રવિએ આજે સોમવારે એક ચોંકાવનારી માહિતી તેમના ચાહકો સાથે શેર કરી છે. અભિનેતાએ પત્ની આરતી સાથેના 15 વર્ષના સંબંધોનો અંત લાવ્યો છે. અભિનેતાએ તેમની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. જયમ રવિએ વર્ષ 2009માં આરતી સાથે લગ્ન કર્યા હતા. જયમ અને આરતીને બે બાળકો છે. અભિનેતાએ તેમના અલગ થવાની જાહેરાત કરતી એક લાંબી નોટ લખી છે.
‘પોન્નિયિન સેલ્વન’ ફિલ્મના અભિનેતાએ વર્ષ 2009માં આરતી સાથે લગ્ન કર્યા હતા. આ કપલને આરવ અને અયાન નામના બે બાળકો પણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રવિ અને આરતીના અલગ થવાની ચર્ચા ચાલી રહી હતી. જૂન મહિનામાં જ્યારે છૂટાછેડાની અટકળો વહેતી થઈ હતી ત્યારે આરતીએ એક પોસ્ટ દ્વારા આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. હવે રવિએ પોતે આ માહિતીની પુષ્ટિ કરી છે.
Grateful for your love and understanding.
Jayam Ravi pic.twitter.com/FNRGf6OOo8
— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2024
જયમ રવિ અને આરતી અંગત કારણોસર અલગ થઈ ગયા
9 સપ્ટેમ્બરના રોજ આજે, જયમ રવિએ X (Twitter) હેન્ડલ પર લાંબા નિવેદન દ્વારા તેમના છૂટાછેડા વિશે માહિતી આપી હતી. અભિનેતાએ લખ્યું કે, “ઘણા વિચાર, વિમર્શ અને ચર્ચા બાદ, મેં આરતી સાથેના મારા લગ્નને સમાપ્ત કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો નથી, પરંતુ તે વ્યક્તિગત કારણોસર લેવામાં આવ્યો છે, જે મારું માનવું છે કે બધાના હિતમાં છે. “
જયમ રવિએ ગોપનીયતાની માગણી કરી
જયમ રવિએ લોકોને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી હતી. દક્ષિણ અભિનેતાએ પોસ્ટમાં લખ્યું કે, “હું તમને આ મુશ્કેલ સમયમાં અમારી અને અમારા પરિવારના સભ્યોની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરું છું અને તમને આ મામલે કોઈપણ પ્રકારની ધારણા, અફવાઓ અથવા આરોપોથી દૂર રહેવાની અપીલ કરું છું અને આ મામલાને પર્સનલ જ રહેવા દો.”
જયમ રવિનું ફોકસ ફિલ્મો પર
પત્નીથી અલગ થયા બાદ જયમ રવિ ફિલ્મી કરિયર પર ધ્યાન આપશે. અભિનેતાએ કહ્યું કે, તે ફિલ્મો દ્વારા દર્શકોના ચહેરા પર સ્મિત લાવવાનું ચાલુ રાખશે. જનતાનો પ્રેમ જ તેમને આજે ઉંચાઈ પર લઈ ગયો છે. તેણે દર્શકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ જૂઓ: મને ખોળામાં બેસાડી અને કિસ કરી: બંગાળી અભિનેત્રીનો ડિરેક્ટર પર ગંભીર આરોપ