તમન્ના ભાટિયાએ લગ્ન પર તોડ્યું મોન, જાણો કોની સાથે લેશે સાત ફેરા
સુપ્રસિધ્ધ અભિનેત્રી તમન્ના ભાટિયા જણાવ્યુ છે કે, “બીઝનેસમેન હસબન્ડ”ના પ્રપોઝલને સ્વીકાર કરવાની વાત મીડિયામાં ચાલી રહી છે. એ માત્ર એક જુઠાણું છે. સાથે-સાથે એ પણ કહ્યું છે કે, તેની પાસે લગ્ન કરવા માટે સમય નથી. તેમજ વધુમાં કહ્યું કે, મારા પેરેન્ટ્સ ઈચ્છે છે કે હું સેટલ થઈ જાઉં.
સાઉથ અને બોલીવુડની સુપ્રસિધ્ધ અભિનેત્રી તમન્ના ભાટિયાના લગ્ન થવાના છે. પરંતુ આ માહિતી માત્ર અફવા છે. તમન્નાએ લગ્નના ન્યુઝ પર મોંન તોડતા સોશિયલ મિડીયા પર પોસ્ટ શેર કરી અને તેના ‘બીઝનેસમેન હસબન્ડ’ને તેના ચાહકો સાથે રુબરુ કરીવ્યો.
આ પણ વાંચો :ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’ ટ્રેલર થયું રિલીઝ : લોકડાઉનની ઘટનાઓ જોઈ તમારા રુંવાટા પણ થઈ જશે ઊભા
સાઉથની સુપ્રસિધ્ધ અભિનેત્રી તમન્ના મેલ ગેટઅપમાં જોવા મળી હતી. તેમાં તેને કાર્ગોસ્ટાઈલ પેન્ટ, ટી-શર્ટ અને જેકેટ પહેરેલું હતું. તમન્નાએ મૂછોને તાવ આપતા અને બોયકટ વાળમાં હાથ ફેરવતો વિડીયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, આ છે મારો ‘બીઝનેસમેન હસબન્ડ’ અને અભિનેત્રીએ કહ્યું મારા લગ્નની વાત માત્ર અફવા જ છે.
તમન્નાએ લગ્નના ન્યુઝ પર આપ્યું નિવેદન
તમન્ના ભાટિયા એ કહ્યું, મીડિયામાં ચાલી રહેલી “બીઝનેસમેન હસબન્ડ”ના પ્રપોઝલને સ્વીકાર કરવાની ચર્ચા આ એક માત્ર અફવા જ છે. અભિનેત્રીએ જણાવ્યુ કે હું અત્યારે લગ્ન નથી કરી રહી. હાલ મારી પાસે સમયનો અભાવ છે. હું મેરેજ ઇન્સ્ટીટ્યુશનમાં વિશ્વાસ રાખું છે. પરંતુ આ લગ્ન કરવા માટેનો સાચો સમય નથી. હું લગ્ન પણ કરવા માગું અને બાળકો પણ કરવા
મળતી માહિતી અનુસાર અભિનેત્રીએ કહ્યું કે, હું લગ્ન કરવા ઈચ્છું છું. પરંતુ અત્યારે મારી પાસે પર્સનલ લાઇફમાં રોમાંસ અને પ્રેમ માટે નો સમય નથી. તમન્ના એ કહ્યું મારી કામ કરવાની જગ્યા જ મારા માટે કમ્ફર્ટેબલ છે. તેમજ મને કાર્યસ્થળ પર જ વધુ એનર્જી અનુભવાય છે અને આ એનર્જીનો હું સાચી દિશામાં ઉપયોગ કરવામાં માંગું છું. તેમજ કહ્યું કે, હું દિવસમાં 24 કલાક નહિ પરંતુ 26 કલાક કામ કરું છું. મારા વ્યસ્ત શિડ્યુલને કારણે મારી માતા ખૂબ જ પરેશાન રહે છે. તેમજ કામ દરમિયાન મારી માતાના ફોન આવે છે તો હું તેમના પર ધ્યાન આપતી નથી. દરેક ભારતીય ઘરોમાં જોવા મળે છે એ રીતે દરેક માતા-પિતા ઈચ્છે કે તેમના બાળકો સમયસર સેટલ થઈ જાય. લગ્ન કરી લે. તેવું મારા માતા-પિતા પણ ઈચ્છે છે. હું લગ્ન કરીને બાળકો કરું અને સેટ થઈ જાઉં. પરંતુ હું શું કરું મારી પાસે હાલ આ માટે સમય નથી.