તમન્ના ભાટિયા ચહેરા પર લગાવે છે થૂંક, કહ્યું કે શરૂઆતમાં વિચિત્ર….
મુંબઈ, 9 જાન્યુઆરી: અભિનેત્રી તમન્ના ભાટિયા સાઉથ અને બોલિવૂડ બંને ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય છે. એક્ટિંગથી લઈને ડાન્સ નંબર્સ સુધી બધું જ ચર્ચામાં રહે છે. તમન્ના તેના સિઝલિંગ લુકથી તબાહી મચાવે છે. દરેક વ્યક્તિ તેના જેવી ગ્લોઇંગ અને ફ્લોઇંગ સ્કિન ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમન્ના પોતાના ચહેરા પર ‘મોર્નિંગ સલાઇવા’ લગાવે છે. એક ઈન્ટરવ્યુમાં તમન્નાને પૂછવામાં આવ્યું હતું કે, તેણે ક્યારેય તેના ચહેરા પર લગાવેલી સૌથી વિચિત્ર વસ્તુ કઈ હતી? આના જવાબમાં તમન્નાએ કહ્યું કે, થૂક ફાયદાકારક છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને કોઈ મેડિકલ પ્રોફેશનલની સલાહ લો.
અભિનેત્રી તમન્ના ભાટિયાએ હાલ જ કહ્યું કે તે પોતાની સ્કિન પર સવારે પોતાની લાળ લગાડે છે. તમ્મનાએ કહ્યું કે, જ્યારે તેને ચહેરા પર ખીલ થાય ત્યારે તે ભાગ પર પોતે લાળ લગાવે છે. આવું કરવાથી તમન્નાને ફાયદો પણ થાય છે. તમન્નાએ વધુમાં કહ્યું કે, શરૂઆતમાં મને પણ આ ખુબ વિચિત્ર લાગતું હતું પણ તે અસરકારક છે. તમન્નાએ બ્યુટી સિક્રેટ વિશે વાત કરતાં કહ્યું કે, તે શક્ય તેટલું નેચરલ રાખે છે. તે નેચરલ ફેસ પેકનો ઉપયોગ કરે છે. તમન્ના ચંદન, કોફી અને મધ મિક્સ કરીને સ્ક્રબ કરે છે. આ સિવાય તમન્નાએ જણાવ્યું હતું કે, પહેલા તે ચહેરા પર ચણાનો લોટ અને દહીં લગાવતી હતી.
તમન્નાની બ્યુટી સિક્રેટ વિશે વાત કરતાં, તે શક્ય તેટલું કુદરતી રાખે છે. તમન્નાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તેનો એક ડાન્સ નંબર રિલીઝ થયો હતો. તેણે ફિલ્મ સ્ત્રી 2 માં આજ કી રાત ડાન્સ નંબર કર્યો હતો. તેમનું આ ગીત ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો..પિતા ફિલ્મ સ્ટાર અને સંસદસભ્ય છે, પણ દીકરીએ અપનાવી સૈન્યની સુપરસ્ટાર કારકિર્દી