‘સભ્યતા શીખવાની જરૂર’ તમન્ના ભાટિયાને રાધા બનવું ભારે પડ્યું, ટ્રોલ થયા બાદ ફોટા કર્યા ડિલીટ

- રાધા તરીકે તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો પોસ્ટ કરી હતી
મુંબઈ, 7 સપ્ટેમ્બર: બી-ટાઉન અને સાઉથની ગ્લેમર ક્વીન તમન્ના ભાટિયા ઘણી સુંદર હિરોઈનો પર ભારે પડે તેમ છે, પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ કરી દીધા છે. ભારે ટ્રોલિંગ બાદ આખરે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પરથી પોતાના ફોટા હટાવવા પડ્યા છે. તમન્ના ભાટિયાએ થોડા દિવસો પહેલા રાધારાની તરીકે ફોટોશૂટ કરાવ્યું હતું. રાધા તરીકે તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો પોસ્ટ કરી હતી. જોકે હવે તેણીએ રાધાના ફોટોશૂટની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પરથી ડિલીટ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા બાદ તમન્ના ભાટિયાએ આ પગલું ભર્યું છે.
તમન્ના ભાટિયાને રાધારાની બનવું ભારે પડ્યું
ગયા મહિને તમન્ના ભાટિયાએ રાધા તરીકે ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ થઈ હતી. અલગ-અલગ લુકમાં રાધા બનેલી તમન્નાએ પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી હતી. ક્યાંક જંગલોની વચ્ચે, તમન્નાએ ઓન-સ્ક્રીન કાન્હા સાથે પોઝ આપ્યો અને ક્યાંક તેણીએ હાથમાં ફૂલનો મુગટ અને મોરપીંછ સાથે ક્લિક કરેલા ફોટા પડાવ્યા. સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયાની રાધાની તસવીરો બહાર આવતાં જ કેટલાક લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

એક યુઝરે કહ્યું કે, “બકવાસ બંધ કરો” અન્ય એકે કહ્યું કે, “કૃપા કરીને મેડમ, ક્લીવેજ ન બતાવો. રાધાજીને માન આપો.” બીજા યુઝરે કહ્યું કે, “આપણી રાધારાની જેવું કોઈ નથી અને ચોક્કસપણે આ તો નથી જ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “તે રાધારાની જેવી દેખાતી નથી. રાધા રાનીનું પાત્ર ભજવતા પહેલા તેને સભ્યતા શીખવાની જરૂર છે.“

તમન્ના ભાટિયાએ ફોટા ડિલીટ કર્યા
ટ્રોલ થયા બાદ હવે તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રાધાના ફોટોશૂટની તસવીરો હટાવી દીધી છે. જો કે અત્યાર સુધી તેણે આ ફોટોશૂટને લઈને ટ્રોલિંગ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આઈટમ સોંગે મચાવી હતી સનસનાટી
રાધાના ફોટોશૂટ પહેલા તમન્ના ભાટિયાએ ‘સ્ત્રી 2‘માં આઈટમ સોંગ કર્યું હતું. તમન્નાએ “આજ કી રાત” ગીતમાં તેના કિલર મૂવ્સથી બધાને દિવાના બનાવી દીધા હતા. તેણે આ ફિલ્મમાં શમાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મોની વાત કરવામાં આવે તો, તે સ્ત્રી 2 તેમજ જ્હોન અબ્રાહમ અને શરવરી વાઘ સાથે 15 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ વેદામાં જોવા મળી હતી.
આ પણ જૂઓ: સલમાને 2 પાંસળીઓ તૂટી હોવાનું કન્ફર્મ કર્યું, ફેન્સે ચિંતા વ્યક્ત કરી