તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે થયું બ્રેકઅપ, ઇન્સટાગ્રામ પરથી ફોટો હટાવ્યા


મુંબઈ, 5 માર્ચ, 2025: બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીમાંથી એક તમન્ના ભાટિયા અને વિજય વર્મા લાંબા સમયથી અફેરને લઈને ચર્ચામાં છે. બંનેને ઘણી વાર ઇવેન્ટમાં એકસાથે પણ જોવા મળ્યા છે. પણ હવે બંને વચ્ચે બધું બરાબર નથી અને ખબર મળી રહી છે કે બંને વચ્ચે બે વર્ષથી પણ લાંબા સમયથી ડેટિંગ કર્યા બાદ બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ તેઓ સારા મિત્રો રહેશે. સોશિયલ મીડિયા પરથી એકબીજા સાથેના ફોટો હટાવી દીધા છે. એટલા માટે આ અટકળોને વેગ મળી રહ્યો છે.
તમન્ના ભાટિયા અને વિજય વર્માનો 2023માં ગોવામાં સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરતો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. બંને એક એપાર્ટમેન્ટ જોવાં ગયાં હતાં. ત્યારથી બંનેના લગ્નની ચર્ચાઓ હેડલાઈનમાં રહી હતી. જોકે હવે તે વચ્ચે જ અચાનક તેમનાં બ્રેક અપની વાત સામે આવતાં બંનેના ચાહકોને આઘાત લાગ્યો છે. થોડાં સપ્તાહો પૂર્વે જ તેમણે છૂટાં પડવાનો નિર્ણય લઈ લીધો હોવાની વાત બહાર આવી છે.
ડિસેમ્બર 2024માં તમન્નાએ વિજય વર્મા તેના દોસ્તો સાથે ગોવામાં પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં એક વીડિયો પણ સામેલ હતો. જેમાં તમન્ના અને વિજય ગેમ રમતા દેખાઈ રહ્યા હતા. આ પોસ્ટ હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર છે. બંને પોતપોતાના શિડ્યૂલમાં મહેનત કરી રહ્યા છે. તમન્ના કે વિજયે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.