ગુજરાતટોપ ન્યૂઝ

નદી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર!, ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત, સાબરમતીની સ્થિતિ સૌથી ખરાબ

ગુજરાતમાં નદીઓમાં પ્રદુષણ વધતુ જાય છે. તેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. આ મામલે કોર્ટમા્ં  અનેક અરજીઓ પણ કરવામાં આવી છે. અને કેટલીક નદીઓને સાફ પણ કરવામાં આવી છે. છતા પણ હજુ આ સમસ્યા યથાવત જ છે. નદીઓમાં અનેક પ્રકારનું પ્રદુષણ ભેગુ થતુ હોય છે. કેટલાક લોકો દ્વારા નદીઓમાં કચરો નાખવામા આવે છે. તો કેટલીક કંપનીઓ દ્વારા તેમાં કેમીકલ યુક્ત પાણી વહેતું કરાવમાં આવે છે. જેના કારણે આજે અનેક નદીઓ પ્રદુષણ વાળી થઈ ગઈ છે. અને સરકાર પણ આ મામલે નક્કર પગલા લેવામાં નિષ્ફળ રહી છે.

ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત

ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનો ચિંતા જનક અહેવાલ સામે આવ્યો છે. ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ13 નદીઓ પ્રદૂષિત છે. આટલી બધી નદીમાં પ્રદૂષણનું વધતુ જતું પ્રમાણ ચિંતાનો વિષય છે. 13 નદીઓ પૈકીની સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) સૌથી વધુ 292 ધરાવે છે.

BOD શું છે. ? કેવી રીતે થાય છે તપાસ ?

કોઇપણ નદીમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેની તપાસ કરવા માટે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ખૂબ મહત્વનું ગણાય છે. અને પાણીના એકત્ર કરાયેલા સેમ્પલમાં પાંચ દિવસમાં ઓક્સિજન કેટલો ઓગળી શકે છે તેના આધારે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અને જેમ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ ઓછું હોય તેમ પાણી વધારે શુદ્ધ ગણવામાં આવે છે.અને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ વધારે આવે તો તેમાં ઓક્સિજનની વધારે જરૃર છે એ દર્શાવે છે.

નદીઓમાં પ્રદુષણ -humdekhengenews

સૌથી વધુ પ્રદુષિત નદી

સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધીના વિસ્તારમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સૌથી વધુ 292 નોંધાઈ છે. જેથી રાજ્યની 12નદીઓ પ્રદૂષિતનદીઓમાંથી સાબરમતમાં સૌથી વધુ પ્રદુષમ હોવાનું સામે આવ્યું છે. આ સાથે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધુ હોય તેમાં જેતપુર પાસેની ભાદર નદીનો પણ સમાવેશ થાય છે. ભાદર નદીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ258.6 નોંધાઇ છે.

આ નદીઓમાં સૌથી વધુ પ્રદુષણ નોંધાયું

અમલખડીનદી અંકલેશ્વર પાસે ( 49.0), ભાદર જેતપુર પાસે (258.6), ધાદર કોઠાડા પાસે( 33.0), ખારી લાલી ગામ પાસે (195.0) , સાબરમતી રાયસણથી વૌઠા (292.0) વિશ્વામિત્રી ખાલિપુર ગામ પાસે (38.0) મિંઢોળા સચિન પાસે ( 28.0 ), મહી કોટાણાથી મુજપુર (12.0) શેઢી ખેડા પાસે ( 6.2) ભોગાવો સુરેન્દ્રનગર પાસે (6. 0) ભૂખી ખાડીવાગરા પાસે (3.9) દમણગંગા કાચીગાંવ અને ચાંદોદ પાસે( 5.3) તાપી નિઝર પાસે (3.4)

આ પણ વાંચો : પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ અદાણી ગ્રુપની કંપની છોડી, વિપક્ષે મોદી સરકારને ઘેરી

Back to top button