ટોપ ન્યૂઝનેશનલ

મમતા બેનર્જી સાથે નજીકના સંબંધની વાત કહીને દાદા એ ફેક્યો ‘ઈનસ્વિંગ’, શું બંગાળમાં ભાજપ થશે ‘બોલ્ડ’?

Text To Speech

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ખૂબ નજીક છે. ગાંગુલીનું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ડિનર પાર્ટીના એક દિવસ બાદ આવ્યું છે. ગાંગુલીના આ નિવેદન બાદ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, શાહ અને ગાંગુલી વચ્ચે એક સુત્રતા સધાય નથી, તેથી જ તેઓ મમતા દીદી તરફ વળ્યા છે. મમતા બેનર્જી ભાજપના મજબૂત વિરોધી માનવામાં આવે છે. સૂત્રો જણાવે છે કે ગાંગુલીની મદદથી ભાજપ બંગાળમાં મમતાનો કિલ્લો જીતી લેવાના મૂડમાં હતો, પરંતુ દાદાનાં ઈનસ્વિંગે ભાજપને બોલ્ડ કરી દીધું છે. જો કે, હજુ મામલો અસ્પષ્ટ છે કારણ કે ગાંગુલીએ હજુ સુધી કોઈ પાર્ટીમાં જવાનું નક્કી કર્યું નથી.

વાસ્તવમાં,દાદાનાં હુલામણા નામથી જાણીતા કોલકાતાના પ્રિન્સ તરીકે પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી મેદાનમાં પોતાની ઉતાવળ માટે પ્રખ્યાત હતા. પરંતુ શુક્રવાર અને શનિવારની ઘટનાઓ બાદ દાદાએ સાબિત કરી દીધું કે મેદાનની બહાર આવું બીકલુક નથી.ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગાંગુલી અને શાહની ડિનર પાર્ટીની તસવીરો પણ સામે આવી હતી. બંનેની નિકટતા બાદ રાજકીય વર્તુળોમાં એવી વાતો સામે આવી રહી છે કે ગાંગુલી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ બીજા જ દિવસે દાદાએ ઈનસ્વિંગે ફેકતા કહ્યું કે, તે મમતા દીદીની ખૂબ નજીક છે. ગાંગુલીએ એમ પણ કહ્યું કે મમતા સરકારના મંત્રી ફિરહાદ હકીમ સાથે તેના પારિવારિક સંબંધો છે. તે હકીમને પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારથી ઓળખતો હતો.

એવું માનવામાં આવે છે કે દાદા અને શાહ વચ્ચે મુલાકાતની કોઇ ફળસ્તુતિ નીકળી નથી. આવી સ્થિતિમાં ગાંગુલી હવે મમતા દીદી તરફ વળ્યા છે. મમતા બેનર્જીને કેન્દ્રમાં ભાજપ સરકારના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, શાહ સાથે ડિનર કર્યા પછી બીજા જ દિવસે મમતા બેનર્જીના વખાણ કરવા એ સરળ વાત નથી. આમ કરીને દાદએ પણ અઠંગ પોલીટીક્લ પ્લેયર તરીકે પોતાને પ્રસ્તાપિત કર્યા છે.

Back to top button