ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

દાદીની વાત કહી રાહુલ ગાંધીએ આદિવાસીનો ખરો અર્થ જણાવ્યો, વનવાસી કહેવા પર ભાજપને ઘેરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે ભારત જોડો યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓને મળ્યા અને તેમની સમસ્યાઓને સાંભળ્યાબાદ તેમને તેમની પીડા અનુભવી હતી. સુરત જિલ્લાના મહુવા ખાતે આદિવાસીઓની સભાને સંબોધતા રાહુલે કહ્યું કે આદિવાસીઓ આ દેશના પ્રથમ માલિક છે પરંતુ ભાજપ તેમના હક્કો છીનવી લેવાનું કામ કરી રહી છે. તેઓ (ભાજપ) તમને ‘વનવાસી’ કહે છે. તેઓ એવું નથી કહેતા કે તમે ભારતના પ્રથમ માલિક છો, તેનો અર્થ એ છે કે તેઓ નથી ઈચ્છતા કે તમે શહેરોમાં રહો, તેઓ નથી ઈચ્છતા કે તમારું બાળક એન્જિનિયર, ડૉક્ટર બને, ઉડતા શીખે, અંગ્રેજી બોલે.

આ પણ વાંચો: નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો

ભારત જોડો યાત્રા એ પ્રેમની યાત્રા

રાહુલે કહ્યું, તેઓ (ભાજપ) ઈચ્છે છે કે આદિવાસીઓ જંગલમાં રહે, પરંતુ વાત અહીં અટકતી નથી, બે-ત્રણ ઉદ્યોગપતિઓ અને તમારી પાસે જંગલમાં રહેવાની પણ જગ્યા નહીં હોય. તમને શિક્ષણ, આરોગ્ય અને નોકરી નહીં મળે. ભારત જોડો યાત્રા દરમિયાન, મેં ખેડૂતો, યુવાનો અને આદિવાસી સમુદાયના લોકોની પીડાને તેમની સમસ્યાઓ સાંભળી. ભારત જોડો યાત્રા એ પ્રેમની યાત્રા છે. આજે ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળતા નથી, આજે ખેડૂતોની લોન માફ થતી નથી, યુવાનોને નોકરી મળતી નથી, તેમના સપના ચકનાચૂર થઈ રહ્યા છે.

પુસ્તકનું નામ હતું ‘તેંડુ એક આદિવાસી બાળક’

રાહુલે કહ્યું કે મારા પરિવારનો આદિવાસીઓ સાથે ઘણો ઊંડો સંબંધ છે. જ્યારે હું નાનો હતો ત્યારે મારી દાદીએ મને એક પુસ્તક આપ્યું હતું. તે ફોટો બુક હતી. પુસ્તકનું નામ હતું ‘તેંડુ એક આદિવાસી બાળક’… પુસ્તકમાં જંગલ અને તે આદિવાસી બાળક વિશે માહિતી હતી. એક દિવસ મેં દાદી (ઇન્દિરા ગાંધી)ને પૂછ્યું કે મને આ પુસ્તક ગમે છે, તમને ગમ્યું. દાદીમાએ કહ્યું કે આ પુસ્તક એવા આદિવાસી ભાઈઓ વિશે છે જેઓ ભારતના વાસ્તવિક માલિક છે. તેઓ ભારતના પ્રથમ અને વાસ્તવિક માલિક છે. જો તમારે ભારતને સમજવું હોય તો તમારે આદિવાસીઓ અને તેમના જળ, જંગલ અને જમીન સાથેના સંબંધોને સમજવા પડશે.

ભાજપના લોકો તમને આદિવાસી નથી કહેતા

રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસી એટલે કે જે અહીં પહેલા રહેતો હતો. ભાજપના લોકો તમને આદિવાસી નથી કહેતા. તેઓ તમને વનવાસી કહે છે. તેઓ તમને એવું નથી કહેતા કે તમે અહીંના પ્રથમ માલિક છો. તેઓ તમને કહે છે કે તમે જંગલમાં રહો છો. તેનો અર્થએ છે કે તેઓ નથી ઈચ્છતા કે તમે શહેરોમાં રહો. તેઓ નથી ઈચ્છતા કે તમારા બાળકો એન્જિનિયર અને ડોક્ટર બને, વિમાન ઉડતા શીખે, અંગ્રેજી બોલે. તમે જંગલમાં રહો, તેઓ આટલાથી પણ સંતુષ્ટ નથી. તેઓ તમારી પાસેથી જંગલ છીનવી લેવાનું કામ કરે છે. જો તેનું કામ ચાલુ રહેશે તો ચાર-પાંચ વર્ષ પછી આખું જંગલ તેના બે-ત્રણ ઉદ્યોગપતિ મિત્રોના હાથમાં આવી જશે.

Back to top button