કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

વિદ્યાર્થીને તાલિબાની સજા ! સફાઈ કરવાની ના પાડતા માર મારી આપ્યો ‘કરંટ’

Text To Speech
  • રાજકોટના જસદણ તાલુકાના આંબરડી ગામે ચોંકાવનારો બનાવ
  • વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિએ ઈલેક્ટ્રીક શોક આપ્યો
  • વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિએ ઈલેક્ટ્રીક શોક આપ્યો હતો. જેના કારણે બાળકના ચહેરાની ચામડી બળી ગઈ હતી. જેના કારણે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેની છેલ્લા પાંચ દિવસથી સારવાર કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીને ઇલેટ્રીક કરંટ આપ્યો

જસદણના આંબરડીની જીવન શાળા બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા માસુમ વિદ્યાર્થીને ઇલેટ્રીક કરંટ આપ્યાની ઘટના સામે આવતા ચકચાક મચી જવા પામી છે.વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ગૃહપતિએ વિદ્યાર્થીને કરંડ આપી દીધો હતો. પરિવારે હોસ્ટેલના ગૃહપતિ પર આ આરોપો લગાવ્યા છે અને સાથે તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વિદ્યાર્થીને કરંટ આપ્યો -humdekhengenews

પરિવારે ગૃહપતિ પર લગાવ્યા આરોપ

જાણકારી મુજબ પારેવા ગામના મામેરિયા પરીવારનો બાળક હોસ્ટેલમાં રહેતો હતો. આ હોસ્ટેલના ગહપતિએ વિદ્યાર્થીને સફાઈ કરવાનું કહ્યું હતું પરંતુ વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિએ માર માર્યો અને ઇલેટ્રીક કરંટ આપ્યા આક્ષેપ કરાયો છે. આ ઘટનામાં બાળકને ઈજા થતા સારવાર માટે વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.ગૃહપતિએ વીજકરંટ આપતા વિદ્યાર્થી 5 દિવસે ભાનમાં આવ્યો હતો. બાળક 5 દિવસ બાદ ભાનમાં આવતા પોતાના પર થયેલ ઘટના પરિવારને જણાવી હતી.

હોસ્ટેલના સંચાલકોએ આરોપને નકાર્યો

પરિવારના આક્ષેપોને હોસ્ટેલના સંચાલકોએ નકારી કાઢ્યો હતો. અને જણાવ્યું હતુ કે બાળક આંબલી ખાવા ચડ્યો હતો અને નીચે પડતા તેને ઇલેટ્રીક કરંટ લાગ્યો છે.આ મામલે ડીઈઓએ તપાસ થશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક પરીક્ષા : જૂનાગઢ-રાજકોટના ઉમેદવારો માટે દોડાવાશે ‘સ્પેશિયલ ટ્રેન’

Back to top button