ગોધરાનો તલાટી રુ. 48.19 લાખના ભ્રષ્ટાચારમાં ઝડપાયો, મોડી રાત્રે ધરપકડ
- તલાટીના નિવાસ સ્થાનેથી જ મોડી રાત્રે કરી ધરપકડ.
- નદીસર ગામના તલાટી બી.કે. બારીયાની રુ. 48.19 લાખના ભ્રષ્ટાચારમાં ધરપકડ.
પંચમહાલ: જિલ્લાના વડુંમથક ગોધરા તાલુકાના નદીસર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોમાં રૂપિયા 48.19 લાખના ભ્રષ્ટાચાર પ્રકરણમાં પોલીસે ભ્રષ્ટાચારી તલાટી બી.કે.બારીયાની ધરપકડ કરી છે. ગોધરા પેરોલ ફર્લો સ્કવોર્ડે આરોપી તલાટીની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે.
નદીસર ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારમાં કેટલાની ધરપકડ:
નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં રૂપિયા 48.19 લાખના ભ્રષ્ટાચાર પ્રકરણમાં તલાટી બી.કે. બારીયા સહિત ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ બે પદાધિકારીઓ અને 10 કર્મચારીઓ સામે કાકણપુર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ભ્રષ્ટાચારી તલાટીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી:
સમગ્ર મામલાની પોલીસને જાણ થતાંની સાથે જ તલાટીના નિવાસ સ્થાનેથી મોડી રાત્રે જ ધરપકડ કરી હતી. ત્યાર બાદ ભ્રષ્ટાચારી તલાટીની વધુ પુછપરછ હાથ ધરી છે. આ ભ્રષ્ટાચાર પ્રકરણમાં અનેક આરોપીઓ વોન્ટેડ છે.
આ પણ વાંચો: પ્રદિપસિંહ વાઘેલા બાદ હવે વડોદરા શહેર ભાજપ મહામંત્રીનું રાજીનામું, જાણો કારણ