તલાટી પરીક્ષા : સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ, માત્ર 50 ટકા ઉમેદવારોએ જ ભર્યા સંમતિપત્ર
- પરીક્ષા આપવા માટે સંમતિપત્ર ભરવાનો સમય પૂર્ણ
- કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું
- આગામી સપ્તાહમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
આગામી 7 મેના દિવસે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે આ પરીક્ષા આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સંમતિપત્ર માંગવામા આવ્યું હતું. આ ટે સંમતિપત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે.કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. આ અંગે અગાઉથી જ હસમુખ પટેલે જાહેરાત કરી દીધી હતી કે જે ઉમેદવારો આ સંમતી પત્ર ભરશે માત્ર તેઓ જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિપત્ર ભર્યું
તલાટીની પરીક્ષા માટે બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે માહીતી આપી હતી. અને 20 એપ્રીલ પહેલા સંમતી પત્ર ભરી દેવા ઉમેદવારોને સુચન કર્યું હતું. આજે સંમતિપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. કુલ 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યું છે. હવે આ સંમતિપત્ર ભરી શકાશે નહી. અને જેટલા ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યું છે, માત્ર તેટલા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.
તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય આજે પૂર્ણ થયો. કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા.
જેણે પરીક્ષા આપવી છે તેમણે જ સંમતિ આપી. ગુજરાતના યુવાનોએ જવાબદારી પૂર્વકનું વર્તન કરી સૌ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
યુવાનોની પરિપકવતા અને સમજ માટે માન થાય છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 20, 2023
50 ટકા ઉમેદવારોએ આપ્યું કન્ફર્મેશન
મહત્વનું છે કે આ તલાટીની પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિપત્ર ભર્યું છે. આમ માત્ર 50 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન આપ્યું છે. આ પરીક્ષા માટે ઉમેદવારો આગામી સપ્તાહમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
આ પણ વાંચો : પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને હાઈકોર્ટે આપ્યો ઝટકો, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ