લાઈફસ્ટાઈલહેલ્થ
અસ્થમાની ઘાતક સ્થિતિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખો


અસ્થમા એ શ્વાસ સબંધિત બિમારી છે. શહેરી વિસ્તારમાં અસ્થમાના દર્દીઓ સતત વધતા જાય છે. તેનું સૌથી મોટું કારણ પ્રદૂષિત હવા છે. પ્રદૂષિત હવાથી વર્ષે લાખો મોત થાય છે. અસ્થમા વખતે ફેફસાંના સ્નાયુઓમાં શ્વાસની અવર-જવર અવરોધાય છે. એટલે શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે.
આટલું રાખો ધ્યાન
અસ્થમા શરીરમાં ઘર ન કરી જાય એટલે આટલુ ધ્યાન રાખવું જોઈએ.
- સિગારેટ જેવા વ્યસનથી દૂર રહેવું.
- કોઈ સિગારેટ પીતું હોય તો તેના ધૂમાડાથી દૂર રહેવું.
- શહેરના પ્રદૂષિત વાતાવરણમાંથી પસાર થતી વખતે માસ્ક હંમેશા બાંધી રાખવું.
- જો પહેલેથી જ અસ્થમાની તકલીફ હોય તો જરૃરી દવાઓ સાથે રાખવી અને અસ્થમા એક્શન પ્લાનનું પાલન કરવું.
- રોજ કસરત કરવી જોઈએ અને ઓછામાં ઓછાં 500 મીટર જેટલું તો ચાલવું જ જોઈએ. ઓફિસમાં જ કામ રહેવાથી ઘણા લોકો દિવસભરમાં 500 મીટર જેટલું પણ ચાલતા નથી.
- યોગાસન કરવા જોઈએ, જે શ્વસનતંત્રને મજબૂત બનાવશે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર જતાં હો, તો આ વાત ખાસ જાણી લેજો…