ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

વરસાદની સીઝનમાં આંખોનું રાખો ખાસ ધ્યાન, આઈ કેર માટે જરૂરી પાંચ ટિપ્સ

Text To Speech
  • ભેજવાળા વાતાવરણમાં આંખોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. થોડી બેદરકારી આંખ સંબંધિત ગંભીર સમસ્યાઓ તરફ લઈ જાય છે

વરસાદના દિવસોમાં શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે. ભેજવાળા વાતાવરણમાં આંખોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. થોડી બેદરકારી આંખ સંબંધિત સમસ્યાઓ તરફ લઈ જાય છે. ચોમાસામાં કન્જક્ટિવાઈટિસ, આંખો લાલ થવી અને આંખોમાં પાણી આવવું જેવી સમસ્યાઓ વધી જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે થોડી કાળજી તમારી આંખોને સ્વસ્થ બનાવી શકે છે. જો તમે તમારી આંખોને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો ચોમાસા દરમિયાન કેટલીક ટિપ્સ ફોલો કરો.

આંખોને હેલ્ધી રાખવા માટેની ટિપ્સ

વરસાદની સીઝનમાં આંખોનું રાખો ખાસ ધ્યાન, આઈ કેર માટે જરૂરી પાંચ ટિપ્સ hum dekhenge news

આંખોને વરસાદના પાણીથી બચાવો

બહાર જતી વખતે હંમેશા છત્રી અથવા ટોપી પહેરો. વરસાદમાં આંખો ઘસવાનું ટાળો. આંખો સાફ કરવા માટે સ્વચ્છ પાણી અને ટુવાલનો ઉપયોગ કરો.

વારંવાર હાથ ધોતા રહો

તમારી આંખોને સ્પર્શ કરતા પહેલા અને પછી હંમેશા તમારા હાથને સારી રીતે ધોઈ લો. જાહેર જગ્યાઓને અડવાથી બચો. ખાસ કરીને જાહેર જગ્યાઓ પર હો ત્યાં આંખોને ન અડો.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

તમારા મેકઅપ અને ટુવાલને અન્ય લોકો સાથે શેર કરશો નહીં. દરરોજ તમારા ચહેરા અને આંખોને ધોઈ લો. જો તમને ડ્રાય આઈની સમસ્યા હોય તો તમારી આંખોમાં ડોક્ટરની સલાહ મુજબના ટીપા નાંખતા રહો.

સંતુલિત આહાર લો

વિટામિન A, C અને Eથી ભરપૂર ફળો અને શાકભાજી ખાઓ. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક ખાઓ. જેમ કે અખરોટ અને સીડ્સ. પાણી પીતા રહો.

નિયમિત આંખોની તપાસ કરાવો

વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તમારી આંખોની તપાસ કરાવો. જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચોઃ સોલો ટ્રાવેલિંગનું વધી રહ્યું છે ચલણ, કઈ વાતોનું ખાસ રાખશો ધ્યાન?

Back to top button