ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બદલાતી સીઝનમાં રાખો હેલ્થનું ધ્યાનઃ આ ટિપ્સને કરો ફોલો, રહો સ્વસ્થ

Text To Speech
  • સીઝન બદલાય એટલે ઈમ્યુનિટી નબળી પડે છે, જેના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓનો ખતરો રહે છે. આજે જાણો એવી કેટલીક ટિપ્સ, જે બદલાતી સીઝનમાં તમને બીમારીઓથી દૂર રાખશે

ઠંડીની સીઝન શરૂ થઈ ચુકી છે. આ સીઝનમાં ઠંડી હવા અને તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે આરોગ્યને નુકશાન થવાનો ખતરો છે. જ્યારે હવામાનમાં પરિવર્તન આવે છે ત્યારે શરીર માટે તેને તરત સ્વીકારવું મુશ્કેલ હોય છે. આ દરમિયાન ઈમ્યુનિટી નબળી પડે છે, જેના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓનો ખતરો રહે છે. આજે જાણો એવી કેટલીક ટિપ્સ, જે બદલાતી સીઝનમાં તમને બીમારીઓથી દૂર રાખશે.

ઈમ્યુનિટી વધારવા પર આપો ધ્યાન

ગરમીની તુલનામાં ઠંડીમાં વધુ પૌષ્ટિક અને ગરમ આહારની જરૂર પડે છે. તેથી આ સીઝનમાં ઈમ્યુનિટી વધારવા માટે લીલા શાકભાજી, ગાજર, મૂળા, આદુ અને લસણ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન-સી ભરપૂર હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મસાલાયુક્ત ચાનું સેવન કરો. ઉકાળો પીવો. ગ્રીન ટીનું સેવન કરો.

બદલાતી સીઝનમાં રાખો હેલ્થનું ધ્યાનઃ આ ટિપ્સને કરો ફોલો, રહો સ્વસ્થ hum dekhenge news

ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરો

ઠંડીમાં જ્યારે તમે ઘરથી બહાર નીકળો ત્યારે ગરમ કપડા પહેરીને બહાર નીકળો. જ્યારે પણ ઠંડીની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં ઓછી ઠંડી લાગે છે, પરંતુ ધીમે ધીમે વધે છે. તેથી ઘરેથી બહાર નીકળતી વખતે ગરદનને શાલથી કવર કરો. આ સાવધાનીઓ રાખશો તો તમે ઘણી બીમારીઓથી દુર રહી શકશો.

સાફ-સફાઈનું રાખો ધ્યાન

હવામાનમાં પરિવર્તન આવવાના કારણે અનેક બેક્ટેરિયા અને વાઈરસ સક્રિય થઈ જાય છે. આ દરમિયાન વાયરલ ઈન્ફેક્શન, ચિકનપોક્સનો ખતરો રહે છે. એટલું જ નહીં આ બીમારીઓ સંક્રામક હોય છે અને તેનાથી બચવા વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ સીઝનમાં ઘરની સાફ સફાઈ સાથે પર્સનલ હાઈજિનનું પણ ધ્યાન રાખો.

આ પણ વાંચોઃ 97 વર્ષના દાદીનું પરાક્રમ જોઈ આનંદ મહિન્દ્રા બોલી ઉઠયા : આ મારા હીરો છે

Back to top button