ટ્રાવેલટ્રેન્ડિંગ

30ની ઉંમર પહેલા કરી લો ભારતની આ સુંદર જગ્યાઓની ટ્રિપ

  • ભારતની સુંદર જગ્યાઓની ટ્રિપ નાની ઉંમરમાં કરી લેવાનો એક અદ્ભૂત આનંદ છે. વિદેશ પ્રવાસ કરવાનું વિચારો તે પહેલા અહીં ફરી લો

HD ન્યુઝ ડેસ્કઃ દેશ-વિદેશમાં ફરવા માટેના અનેક સ્થળો છે. કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ફરવાનું દરેકનું સપનું હોય છે, પરંતુ લોકો કામ અને જવાબદારીઓના બોજના કારણે એટલું ફરવા જઈ શકતા નથી. વિદેશ ફરવા જવાનું સપનું તો દરેક વ્યક્તિનું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં પણ એવી અનેક જગ્યાઓ છે, જ્યાં ફરીને તમે એક વિશેષ આનંદની અનુભૂતિ કરી શકશો.

વિદેશી સ્થળોની શોધખોળ કરતા પહેલા તમારે ભારતમાં કેટલીક જગ્યાઓ એક્સપ્લોર કરવી જોઈએ. કેટલીક એવી જગ્યાઓ છે જેની તમારે નાની ઉંમરે મુલાકાત લેવી જોઈએ કારણ કે જેમ જેમ તમે મોટા થાવ તેમ એડવેન્ચર સ્થળોએ જવું મુશ્કેલ બનશે અને કદાચ તમને ઊંમર વધવાની સાથે એડવેન્ચર એક્ટિવીટીમાં એટલી મજા પણ નહીં આવે. તો અહીં જાણો ભારતની કઈ 5 સુંદર જગ્યાઓ છે જે તમારે 30 વર્ષની ઉંમર પહેલા ફરી લેવી જોઈએ.

લદ્દાખ

તમારા મિત્રો સાથે બાઈક દ્વારા લદ્દાખ જવું એ એક સરસ અનુભવ છે. તમારે 30 વર્ષની ઉંમર પહેલા તમારા મિત્ર અથવા જીવનસાથી સાથે આ સ્થાનની મુલાકાત અચૂક લેજો. લદ્દાખ તેના ઘણા સુંદર વિસ્તારો અને મંત્રમુગ્ધ કરી દેતા નજારાઓ માટે પ્રખ્યાત છે.

30ની ઊંમર પહેલા કરી લો ભારતની આ સુંદર જગ્યાઓની ટ્રિપ hum dekhenge news

શ્રીનગર

જમ્મુ અને કાશ્મીર ભારતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં દાલ લેકમાં બોટ પર એક રાત વિતાવો અને સવારે ઈન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લો. આ ગાર્ડન મિડ માર્ચથી મિડ એપ્રિલ સુધી જ ખુલ્લો હોય છે. આ સમયે સ્પ્રિંગ સીઝન હોય છે અને તુલિપને ખીલવા માટેની તે બેસ્ટ સીઝન છે. આ જગ્યાને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જગ્યા નાની ઊંમરમાં જ એક્સ્પ્લોર કરવી જોઈએ.

ગોવા

ગોવાનું નામ સાંભળતા જ દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. પાર્ટી માટે તે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. ગોવામાં આખું વર્ષ પાર્ટીના વાતાવરણ સિવાય, તમે પાલોલેમમાં કયાકિંગ કરી શકો છો અથવા વાગાટોરમાં બનાના રાઈડ કરી શકો છો. ગોવામાં તમે પેરાગ્લાઈડ પણ કરી શકો છો. ભારતમાં ફરવા માટે આ એક સારું સ્થળ છે.

30ની ઊંમર પહેલા કરી લો ભારતની આ સુંદર જગ્યાઓની ટ્રિપ hum dekhenge news

બીર બિલિંગ

જો તમે બીર બિલિંગ જવાનું વિચારી રહ્યા છો તો પઠાણકોટથી બૈજનાથ સુધી ટોય ટ્રેનની સવારી ચોક્કસ કરો. આ જગ્યા પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મુલાકાત લેવા માટે પણ આ એક સારું સ્થળ છે.

ધર્મશાળા

હિમાચલ પ્રદેશમાં તિબેટનો એક નાનો ટુકડો ધર્મશાલા છે. ધર્મશાળામાં પ્રવાસ પ્રેમીઓ માટે ઘણું બધું છે. તમે અહીં ફરી શકો છો, ટ્રેકિંગ કરી શકો છો, કેમ્પ કરી શકો છો અને ભાડાની મોટરસાઇકલ પર ફરી પણ શકો છો. તે ભારતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં કરવા હોય રામલલ્લાના દર્શન તો ફટાફટ ટિકિટ બુક કરાવો

Back to top button