હપ્તા પર બાઈક લેવા માટે પર્સનલ લેવી જોઈએ કે ટૂ વ્હીલર લોન, બંનેમાંથી ફાયદાકારક કઈ રહેશે? અહીં જાણો

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025: આજકાલ ટૂ વ્હીલર લોનની માગ ઝડપથી વધી રહી છે. મોટા ભાગના યુવાનો પોતાનો શોખ પુરો કરવા માટે મોંઘા ટૂ વ્હીલર બાઈક ખરીદી રહ્યા છે. તેના માટે બેન્કમાંથી લોન લઈ રહ્યા છે. બેન્કો પણ આસાનીથી લોન આપી રહી છે, કારણ કે મોટા ભાગની લોન લેનારા નોકરિયાત હોય છે. હવે સવાલ એ થાય છે કે, બાઈક ખરીદવા માટે પર્સનલ લોન લેવી જોઈએ કે ટૂ વ્હીલર લોન. જો આપ પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા હોવ તો આવો આજે તેના વિશે વિસ્તારથી જાણીએ…
પર્સનલ લોન
પર્સનલ લોન આપને કેટલાય ઉદ્દેશ્યો માટે લોન આપે છે. બેન્ક આસાનીથી પર્સનલ લોન આપી દે છે. જો કે તેના પર વ્યાજ દર બીજી લોન કરતા વધારે હોય છે.
પર્સનલ લોનની મુખ્ય વિશેષતાઓ
- લચીલાપણું- પર્સનલ લોનના પૈસા તમે ક્યાંય પણ ઉપયોગ કરી શકો છો. બેન્ક એ નથી પૂછતી કે આપ આ પૈસાને ક્યાં ખર્ચ કરશો. તમે તેમાંથી આસાનીથી બાઈક પણ ખરીદી શકશો.
- લોનની રકમ- લોન રકમ આપની આવક અને લોન આપનારાની નિર્ધારિત શરતો અંતર્ગત ક્રેડિટ સ્કોર પર નિર્ભર કરે છે.
- ગેરેન્ટીની જરુર નથી- પર્સનલ લોનમાં આપને કોઈ ગેરેન્ટીની જરુર હોતી નથી.
વ્યાજદર- બેન્ક પર્સનલ લોન પર 10.50 ટકાથી 24 ટકા સુધી વાર્ષિક વ્યાજ વસૂલે છે. - ટૂ વ્હીલર લોન- બેન્ક ટૂ વ્હીલર ખરીદવા માટે આ લોન આપે છે. ટૂ વ્હીલર લોનના વ્યાજ દર તેમની સુરક્ષિત પ્રકૃતિના કારણે પર્સનલ લોનની તુલનામાં ઓછા હોય છે.
ટૂ વ્હીલર લોનની મુખ્ય વિશેષતાઓ
લોનની રકમ- લોન આપનારા આમ તો બાઈકના ખર્ચાના 80થી 90 ટકા સુધી લોન આપે છે.
વ્યાજદર- પર્સનલ લોનની તુલનામાં વ્યાજદર ઓછા હોય છે.
પાત્રતા-બેન્ક ટૂ વ્હીલર લોન આપતા પહેલા આપની માસિક આવક અને રોજગાર સુરક્ષા સાથે સાથે આપનો ક્રેડિટ સ્કોર પણ ચેક કરશે.
બંનેમાંથી સારુ કયુ?
નિષ્ણાંતોનું કહેવું છે કે, જે લોકો ઓછા વ્યાજદર સાથે સાથે સિક્યોર્ડ લોન લેવા માગે છે, તેમને ટૂ વ્હીલર લોન લેવી જોઈએ. પર્સનલ લોન લેવાનો લાભ તેના લચીલાપણામાં છે, કારણ કે તે આપને બાઈક ઉપરાંત વીમાનો ખર્ચો અથવા બાઈકની કિંમતથી વધારે અન્ય ખર્ચા માટે વધારાની લોન પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.તો વળી ટૂ વ્હીલર લોનની રીપેમેન્ટ ગાળો ઓછો હોય છે. બીજી તરફ પર્સનલ લોનમાં ચુકવણીગાળો વધારે હોય છે. એટલા માટે લોન લેતા પહેલા વ્યક્તિની પ્રાથમિકતા સૂચી અને અન્ય વિચારોના આધાર પર, ટૂ વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન અથવા ટૂ વ્હીલર લોન લેવી છે કે નહીં, તે ઘણા બધા અંશે નિર્ભર કરે છે. સૌથી પહેલા અને સૌથી મહત્વનું, આ બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે પાત્રતાના આધાર પર વ્યાજદરો, શરતો, ચાર્જ અને પ્રતિબંધોની તુલના જરુરથી કરો.
આ પણ વાંચો: VIDEO: બોટીંગ કરતી વખતે મધદરિયે યુવકને ગળી ગઈ વ્હેલ માછલી, બાદમાં જે થયું તે જોઈને હાથ જોડી લેશો