ટોપ ન્યૂઝવર્લ્ડ

તાઈવાનની સેનાએ પહેલીવાર ચાઈનીઝ ડ્રોન પર કર્યું ફાયરિંગ, કહ્યું- આ ચેતવણી છે..

Text To Speech

તાઈવાનની સેનાએ મંગળવારે ચીનના ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. તાઈવાનના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે આ ચેતવણીના શોટ્સ હતા. આ સાથે ચીન અને તાઈવાન વચ્ચે તણાવનું સ્તર વધુ વધવાની તૈયારીમાં છે. આ પહેલીવાર છે જ્યારે તાઈવાનની સેનાએ આટલું આક્રમક પગલું ભર્યું છે. સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડ્રોન તાઈવાનના નિયંત્રણ હેઠળના એક ટાપુ પર ચીનની સરહદની નજીક ઉડી રહ્યું હતું. કહેવાય છે કે તાઈવાનની સેનાના ગોળીબાર બાદ ડ્રોન ચીન તરફ વળ્યું હતું.

china taiwan war
China Taiwan

નેન્સી પેલોસીની મુલાકાત બાદ સ્થિતિ તંગ

તમને જણાવી દઈએ કે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી સ્થિતિ તંગ બની છે. પેલોસીની મુલાકાત સમયે, ચીની વિમાનો તાઈવાનના આકાશ પર ઉડવા લાગ્યા. સાથે જ ચીન પણ અમેરિકાને પરિણામની ધમકીઓ આપી રહ્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત બાદ અમેરિકી ધારાસભ્યોની ટીમે પણ તાઈવાનની મુલાકાત લીધી હતી. આ પછી ચીનનો ગુસ્સો વધુ ભડકી ગયો. તે જ સમયે, બંને દેશોની સરહદો પર બેરિકેડ કરવામાં આવી છે.

taiwan china
file photo

ચીનની સતત નજર

બીજી તરફ ચીનની ધમકીઓ વચ્ચે તાઈવાનને અમેરિકાનું સમર્થન મળી રહ્યું છે. એટલું જ નહીં, અમેરિકા ચીનને એશિયામાં અલગ રાખવાની રણનીતિ પર પણ કામ કરી રહ્યું છે. યુએસ નેવીના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન આમાં ઘણું અર્થપૂર્ણ છે. આ અધિકારીએ કહ્યું હતું કે ચીનનું ધ્યાન હટાવવા માટે ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. તે જ સમયે, ચીન પણ અમેરિકાની સાથે ભારત અને અન્ય એશિયન દેશોની દરેક હરકતો પર નજર રાખી રહ્યું છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહના જાપાન પ્રવાસને લઈને ચીન ખૂબ જ સાવચેત છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi પર દમદાર Offer! માત્ર 2800 રૂપિયામાં મળી રહ્યું છે 32 ઈંચનું Smart TV, ધડાધડ થઈ રહ્યું છે વેચાણ

Back to top button