તાઈવાનની કંપની Foxconnની ભારતમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની યોજના
આઇફોન બનાવતી તાઇવાની કંપની ફોક્સન ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાની યોજના પર કામ કરી રહી છે અને એવું માનવામાં આવે છે કે તે યુએસ અને ચીન વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે સપ્લાય ચેઇન નેટવર્ક માટે ચીન પરની તેની નિર્ભરતા ઓછી કરી શકે છે.
ફોક્સકોનની ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાની યોજના
મહત્વનું છે કે ફોક્સકોનના ચેરમેન યંગ લિયુએ કંપનીની ભાવિ યોજનાઓ વિશે જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે કંપની ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાની યોજના ધરાવે છે.
ફોક્સોન તેના નેટવર્કનો અમુક હિસ્સો ચીનમાંથી હટાવી શકે છે
તેમણે કહ્યું કે ‘ફોક્સોન તેના સપ્લાય ચેઈન નેટવર્કનો અમુક હિસ્સો ચીનમાંથી હટાવી શકે છે અને ઈલેક્ટ્રિક કાર આવનારા દાયકાઓમાં કંપનીના વિકાસની દિશા નક્કી કરશે.’ અમેરિકા-ચીન વચ્ચેના બગડતા સંબંધો અંગે યંગ લિયુએ કહ્યું કે કંપનીએ આ માટે સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.
આશા છે કે ચીન-તાઈવાન શાંતિ અને સ્થિરતાને ધ્યાનમાં રાખશે
67 વર્ષીય યંગ લિયુએ તાઈવાનની રાજધાની તાઈપેઈ ખાતેની તેમની ઓફિસમાં કહ્યું, “અમને આશા છે કે બંને દેશોના નેતાઓ શાંતિ અને સ્થિરતાને ધ્યાનમાં રાખશે.(ચીન-તાઈવાન) પરંતુ એક કંપની અને સીઈઓ તરીકે મારે વિચારવું પડશે કે સૌથી ખરાબ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ.”
ચીન તાઈવાનની નાકાબંધી કરી શકે છે!
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન તાઈવાનની નાકાબંધી કરી શકે છે. ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે અને એવું પણ કહેવાય છે કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે.
ફોક્સકોન કંપનીએ ચીનને આપ્યો ફટકો
યંગ લિયુએ જણાવ્યું કે ખરાબ સ્થિતિમાં કંપનીની કામગીરી ચાલુ રાખવા માટેની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે ફોક્સને તેની પ્રોડક્શન લાઇનનો કેટલોક ભાગ ચીનથી મેક્સિકો અને વિયેતનામમાં શિફ્ટ કરી દીધો છે.
શું બનાવે છે ‘ફોક્સકોન’ કંપની?
ફોક્સકોન, જેનું સત્તાવાર નામ Hon High Technology Group છે, તેની સ્થાપના વર્ષ 1974માં કરવામાં આવી હતી. તેની શરૂઆત ટેલિવિઝન માટે નોબ્સ બનાવવાથી થઈ હતી. આજની તારીખમાં, આ કંપનીની ગણતરી વિશ્વની શક્તિશાળી ટેક્નોલોજી કંપનીઓમાં થાય છે, જેની વાર્ષિક આવક $200 બિલિયન છે.
Let the world see. From Taiwan, Hong Kong to USA, we bring our #EVs to exhibit at different international shows. Our EVs never cease to amaze the world. #MODELB #MODELC #MODELV #Foxconn #HonHaiTechnologyGroup pic.twitter.com/yn7vzGK7zd
— Hon Hai Technology Group (Foxconn) (@HonHai_Foxconn) June 6, 2023
ફોક્સકોન એપલના અડધાથી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. એપલ ઉપરાંત ફોક્સન એ માઇક્રોસોફ્ટ, સોની, ડેલ અને એમેઝોન માટે પ્રોડક્ટક્ટસનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચો: શું તમે જોઈ ક્યારેય મીઠાના દાણા કરતાં પણ નાની હેન્ડબેગ? જુઓ આ રહી તસ્વીર