તાઈવાનની ધરતી ફરી ધ્રૂજી: 6.1ની તીવ્રતાનો ભૂકંપ, એક મહિનાથી સતત આવી રહ્યા છે આંચકા
- ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 24.9 કિલોમીટર ઊંડે નોંધાયું હતું
તાઇવાન, 27 એપ્રિલ: તાઈવાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1ની તીવ્રતા માપવામાં આવી છે. આ મહિનામાં તાઈવાનમાં આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા મહિનાની શરૂઆતમાં અહીં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તાઈવાનમાં એક મહિનામાં 1000થી વધુ આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર દેશના પૂર્વ ભાગમાં હતું. આ ભૂકંપ શનિવારે હાઉલિનને હચમચાવી ગયો હતો. તાઈવાનની રાજધાની તાઈપેમાં પણ ઈમારતો ધ્રૂજતી જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 24.9 કિલોમીટર ઊંડે હતું. શરૂઆતમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
THAT WAS HUGE; ANOTHER#Earthquake IN TAIWAN; SIXTH MAJOR ONE IN JUST A WEEK
M 6.1, Intensity 4 out of 7 in Taipei City (Taiwan Earthquake Intensity Scale)
(Only was able to capture the last few seconds, phone recording got cut off by earthquake warning alert) pic.twitter.com/CTt6iGuEcs
— Gino Lopez | 盧培德 (@ginollopez) April 26, 2024
એક મહિનામાં 1000થી વધુ આંચકા અનુભવાયા!
તાઈવાનમાં એક મહિનામાં એક હજારથી વધુ આંચકા અનુભવાયા છે. આ મહિનાની શરૂઆતમાં અહીં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારથી, તાઇવાનની ધરતી સતત ધ્રૂજી રહી છે. શનિવારે પણ અહીં 30 મિનિટના અંતરાલમાં બે આંચકા અનુભવાયા હતા. જેમાંથી એકની તીવ્રતા 6.1 અને બીજાની તીવ્રતા 5.8 હતી. બંને ધરતીકંપનું કેન્દ્રબિંદુ લગભગ સમાન હતું, પરંતુ બીજા ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 18.9 કિલોમીટર નીચે હતી.
શા માટે તાઇવાનમાં વધુ ભૂકંપ આવે છે?
પૃથ્વીની અંદર અનેક પ્રકારના સ્તરો છે અને તેમની નીચે પ્લેટો છે, જ્યારે તે એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. તાઇવાન બે પ્લેટની વચ્ચે સ્થિત છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તે બે પ્લેટો ટકરાય છે, ત્યારે તાઈવાનમાં ભૂકંપ આવે છે. 1999માં અહીં આવેલા ભૂકંપને કારણે 2000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, 2016 માં પણ ભૂકંપના કારણે 100 લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ જુઓ: મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ CRPF પર કર્યો હુમલો, સબ-ઇન્સ્પેકટર સહિત 2 જવાન શહીદ