ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

World Bicycle Day: રોજ ચલાવો સાઇકલ, ઓગળશે ફેટ

Text To Speech
  • 3 જુનને વિશ્વ સાઇકલ દિવસ તરીકે ઉજવાય છે
  • સાઇકલિંગ વજન  અને ફેટને ઘટાડવામાં મદદ કરે છે
  • તે  બેસ્ટ કાર્ડિયોએક્સર્સાઇઝ પણ છે

બાળકો હોય કે મોટા સાઇકલ ચલાવવી બધાને ગમે છે, તમે હેલ્થ કે ફિટનેસ માટે બીજું કશું કરવાથી કંટાળતા હો તો માત્ર સાઇકલ ચલાવવાનું સ્ટાર્ટ કરો. તે મજેદાર એક્ટિવિટી હોવાની સાથે બેસ્ટ કાર્ડિયોએક્સર્સાઇઝ પણ છે. તે તમારુ વજન ઘટાડવામાં અને ફેટને ઘટાડવામાં મદદ કરે છે. દર વર્ષે 3 જુનના દિવસને વિશ્વ સાઇકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જાણો વેઇટ લોસ કરવા અને ફેટ બર્ન કરવા કેટલો સમય સાઇકલ ચલાવવી જોઇએ.

વેઇટ લોસ માટે સાઇકલ

એક વ્યક્તિએ કમસે કમ 20થી 30 કિલોમીટર સાઇકલિંગ કરવુ જોઇએ. વ્યક્તિ એક કલાક કે તેથી વધુ સાઇકલ ચલાવી શકે છે, પરંતુ જો તમે શરૂઆત કરી રહ્યા હો તો તમે ફક્ત 15થી 20 મિનિટ જ સાઇકલ ચલાવો. ધીમે ધીમે તમારી લિમિટ વધારી શકો છો. ફેટ બર્ન કરવા માટે સાઇકલિંગ બેસ્ટ છે.

World Bicycle Day: રોજ માત્ર આટલી ચલાવશો સાઇકલ, તો ઓગળશે ફેટ hum dekhenge news

આ વાતનું રાખો ધ્યાન

જો તમે સાઇકલ ચલાવવાની શરૂઆત જ કરી રહ્યા હો તો યાદ રાખો સ્ટાર્ટિંગમાં સપાટ જગ્યા પર સાઇકલ ચલાવો. સમયની સાથે ધીમે ધીમે તમે ઢાળ ચઢવાના રસ્તા પર પણ સાઇકલ ચલાવી શકો છો. સાઇકલિંગ ચલાવતા પહેલા તમે થોડી સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ પણ કરી શકો છો. સાઇકલિંગથી તમને બેક પેઇન થઇ શકે છે, તેથી તમારા રૂટિનમાં સ્ટ્રેચિંગ સાથે થોડી એક્સર્સાઇઝ સામેલ કરો.

આ પણ વાંચોઃ દિલ્હી બાદ આ હિલ સ્ટેશન બન્યુ સૌથી પ્રદુષિત સ્થાન

Back to top button