ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ગૃહમંત્રીએ શું વાત કહી? તે અંગે તમિલિસાઈ સુંદરરાજને પોતે જણાવી સત્યતા, જાણો 

  • ગૃહમંત્રી લોકસભા મતવિસ્તારના કામ અંગે સલાહ આપતા હતા: પૂર્વ રાજ્યપાલ 

નવી દિલ્હી, 14 જૂન: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી બીજેપી નેતા અને તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ફટકાર લગાવી રહ્યા છે. આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારને કેન્દ્રીય ગૃહમંત્રીને આડે હાથ લીધા છે. તે જ સમયે, હવે તમિલિસાઈ સુંદરરાજને પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “આ વીડિયોના સમયે અમિત શાહ મારી સાથે મતવિસ્તારનું કામ સઘન રીતે કરવાની વાત કરી રહ્યા હતા.” લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુની દક્ષિણ ચેન્નાઈ બેઠક પરથી તમિલિસાઈને ટિકિટ આપી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

સુંદરરાજને X પર પોસ્ટ કરીને જવાબ આપ્યો

આ વીડિયો વાયરલ થયા બાદ બીજેપી નેતા તમિલિસાઈ સુંદરરાજને તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ તેણી પ્રથમ વખત અમિત શાહને મળી હતી. તે દરમિયાન બંને લોકો ચૂંટણી પછીની કાર્યવાહીની વાત કરી રહ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ગઈકાલે, જ્યારે હું 2024ની ચૂંટણી પછી પહેલીવાર આંધ્રપ્રદેશમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળી, ત્યારે તેમણે મને પોસ્ટ-પોલ ફોલો-અપ અને સામનો કરવાના પડકારો વિશે પૂછવા માટે બોલાવી. તેમણે કહ્યું કે, હું તેમને વિસ્તારથી બતાવી રહી હતી, પરંતુ સમયના અભાવે તેમણે મને રાજકીય અને મતવિસ્તારનું કામ સઘન રીતે કરવાની સલાહ આપી. આ આશ્વાસન આપનારું હતું. તેમણે વિપક્ષના તમામ દાવાઓને પણ ફગાવી દીધા હતા.”

 

ઉલ્લેખનીય છે કે, સુંદરરાજને દક્ષિણ ચેન્નાઈ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ તે ડીએમકેના તમિઝાચી થંગાપાંડિયન સામે ચૂંટણી હારી ગઈ હતી. અગાઉ બુધવારે, જ્યારે સુંદરરાજન, ચેન્નાઈ પરત ફર્યા ત્યારે, પત્રકારો દ્વારા શાહ સાથેની તેમની વાતચીત અંગે પક્ષમાં મતભેદના દાવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હવે ભાજપની તમિલનાડુ એકમમાં આંતર-પાર્ટી ભંગાણની અફવાઓને ધ્યાનમાં રાખીને તેમની ટિપ્પણીઓ મહત્ત્વ ધરાવે છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુની દક્ષિણ ચેન્નાઈ બેઠક પરથી તમિલિસાઈને ટિકિટ આપી હતી. જોકે, તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, સુંદરરાજન સ્ટેજ પર બેઠેલા ગૃહમંત્રી અમિત શાહનું અભિવાદન કર્યા પછી આગળ વધે છે. આ પછી શાહ તેમને પાછા બોલાવે છે અને કેટલીક સૂચનાઓ આપતા જોવા મળે છે.

કદમાં વધતા રહ્યા… પણ વિજય તરફના પગલાં રોકાયા 

તમિલિસાઈની રાજકીય કારકિર્દી ઔપચારિક રીતે 1999માં ભાજપ સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ તેમને દક્ષિણ ચેન્નાઈ જિલ્લા મેડિકલ વિંગના સચિવ બનાવવામાં આવ્યા. 2001માં તે બીજેપી મેડિકલ વિંગની સ્ટેટ જનરલ સેક્રેટરી બની. 2005માં દક્ષિણના રાજ્યો માટે મેડિકલ વિંગના સહ-સંયોજક તરીકે નિયુક્ત થયા. 2007માં ભાજપના પ્રદેશ મહાસચિવ બન્યા. 2010માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. 2013માં ભાજપના રાષ્ટ્રીય સચિવ બન્યા. તે 2014 થી 2019 સુધી રાજ્યમાં ભાજપના અધ્યક્ષ હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે ભાજપની ટિકિટ પર ત્રણ વખત વિધાનસભા અને બે વાર લોકસભાની ચૂંટણી પણ લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલાઓના પ્રશ્નો પર હંમેશા અવાજ ઉઠાવતા

રાજકારણ ઉપરાંત, તમિલિસાઈએ 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ કૌશલ્ય પર ટીવી કાર્યક્રમોનું આયોજન કરવાનું ચાલુ રાખ્યું. દૂરદર્શન માટે સાપ્તાહિક મહિલા-આધારિત કાર્યક્રમ માગલીર પંચાયત (મહિલા પંચાયત) પ્રસ્તુત કર્યો. પાર્ટીના રાજકારણથી ઉપર ઉઠીને મહિલાઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. તે તમિલનાડુની મુલાકાત દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતાઓના ભાષણો માટે મુખ્ય અનુવાદક તરીકે પણ કામ કરે છે.

આ પણ જુઓ: 22 જૂને યોજાશે GST કાઉન્સિલની બેઠક, જાણો શું નિર્ણય લેવાશે ?

Back to top button