ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુર કોર્ટમાં લીગલ એડ ડિફેન્સ કાઉન્સીલ ઓફિસનો થયો વર્ચ્યુઅલી પ્રારંભ

Text To Speech

પાલનપુર: ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ એ. જે. દેસાઇના વરદહસ્તે પાલનપુર કોર્ટ સહિત રાજ્યના કુલ-11 જિલ્લાઓમાં લીગલ એડ ડિફેન્સ કાઉન્સીલ ઓફિસોનો વર્ચ્યુઅલી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સચિવ પી. પી. શાહએ જણાવ્યું કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરેટી (નાલ્સા) અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરેટી (સાલ્સા)ના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે તેમજ બીજા 11 જિલ્લામાં લીગલ એડ ડીફેન્સ કાઉન્સીલ (એલ.એ.ડી.સી.)ની ઓફીસ શરૂ કરવામાં આવી છે.

ચીફ જસ્ટીસ એ.જે.દેસાઇ-humdekhengenews

ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ એ.જે.દેસાઇના હસ્તે પ્રારંભ

આર્થિક રીતે નબળા વર્ગના લોકો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને મફત કાયદાકીય સહાય મળી રહે માટે ઓફિસ શરૂ કરવામાં આવી છે. જેમાં ચીફ લીગલ એડ ડીફેન્સ કાઉન્સીલ, ડેપ્યુટી ચીફ લીગલ એડ કાઉન્સીલ અને આસીસ્ટન્ટ લીગલ એડ કાઉન્સીલની નિમણુંક કરવામાં આવેલી છે.

જેઓ એલ.એ.ડી.સી.ની ઓફીસમાં આવતા વ્યકિતઓને કાયદાકીય સલાહ અને મદદ તેમજ ફોજદારી કેસો મેજીસ્ટ્રેટની કોર્ટ કે સેસન્સ કોર્ટમાં હાજર થઈ ચલાવવાના તેમજ રીમાન્ડ તેમજ જામીન અરજીની કામગીરી કરવાની તેમજ ધરપકડ પહેલાં કાયદાકીય સલાહ આપવાની વિગેરે કામગીરી કરશે. આ પ્રસંગે જિલ્લા અદાલતના ન્યાયધીશશ્રીઓ અને લીગલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો :ગુજરાત: સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની આવક જાણી રહેશો દંગ

Back to top button