લાઈફસ્ટાઈલહેલ્થ

તાજુ દેખાતુ ફ્રોઝન ફુડ પણ આરોગ્ય માટે છે ખતરાની ઘંટડીઃ રોજ ખાશો તો…

આમ તો ફ્રોજન ફુડનો ઇતિહાસ જુનો છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદથી તેનું ચલણ વધ્યુ. વર્લ્ડ વોર 2 દરમિયાન તમામ મોટા દેશ એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. આવા સંજોગોમાં સપ્લાય ચેઇન તુટી, જેની સીધી અસર એ દેશો પર પડી, જે ખાવાની ઘણી વસ્તુઓ માટે અન્ય દેશો પર આધાર રાખતા હતા. આ ઉપરાંત એક નવી વસ્તુ એ પણ બની કે ટિને પણ મુસીબત સર્જી. આ કન્ટ્રોલ એટલે થઇ રહ્યો હતો કેમકે ટિનમાં યુદ્ધનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત લઇ જવાતો હતો. ત્યારે ફ્રિજ આવી ચુક્યા હતા અને તેની એટલી કિંમત ન હતી કે મોટી દુકાનો તેને ખરીદી ન શકે. ત્યારે લગભગ તમામ મોટા સ્ટોર પોતાના ત્યાં ફ્રિજમાં ફ્રોઝન સામાન રાખવા લાગ્યા અને વેચવા લાગ્યા. એ સસ્તુ પણ હતુ અને ખાવામાં પણ ફર્ક ન હતો. બસ આ સમયથી લોકોને ફ્રોઝનનો ચસ્કો લાગ્યો. જંગ ખતમ થયા બાદ ફ્રિઝની કિંમતો ઘટી અને લોકો ફ્રોઝન આઇટમ ખરીદીને ઘરમાં રાખવા લાગ્યા.

તાજુ દેખાતુ ફ્રોઝન ફુડ પણ આરોગ્ય માટે છે ખતરાની ઘંટડીઃ રોજ ખાશો તો... hum dekhenge news

ફ્રોઝનનું વિચારી ન શકો એટલુ મોટુ માર્કેટ

ફ્રોઝનનું બજાર એટલુ મોટુ છે કે સામાન્ય વ્યક્તિ તો તેની કિંમતનો અંદાજ પણ ન લગાવી શકે. 2021ના વર્ષમાં ફ્રોઝન ફુડ માર્કેટની વેલ્યુ 170 બિલિયન ડોલર કરતા પણ વધુ આંકવામાં આવે છે. 2030 સુધી તેમાં લગભગ છ ટકાનો વધારો થશે. ભારતમાં પણ ફ્રોઝનનુ માર્કેટ રોજબરોજ વધતુ જ ચાલ્યુ

તાજુ દેખાતુ ફ્રોઝન ફુડ પણ આરોગ્ય માટે છે ખતરાની ઘંટડીઃ રોજ ખાશો તો... hum dekhenge news

ફ્રોઝન ફુડ ખાવાથી થતા નુકશાન

તાજા શાકભાજી અને ફળોની જગ્યા લાંબા સમય સુધી પેક રહેતા ફ્રોઝન ફુડે લીધી. હવે આરોગ્ય પર કામ કરનારી ઘણી સંસ્થાઓ ફ્રોઝનને થાળીમાંથી હટાવવાની વાત કરી રહી છે. કેમકે તેની આરોગ્ય પર ખરાબ અસર પડે છે.

સોડિયમ ઇનટેક વધે છે

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ ફ્રોઝન ફુડ પસંદ કરનાર દરેક વ્યક્તિના શરીરમાં લગભગ 70 ટકા સોડિયમ ફ્રોઝન કે પ્રોસેસ્ડ ફુડમાંથી આવે છે. સાથે સાથે બીજા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ પણ તેમાં હોય છે, જેથી ફુડ લાંબા સમય સુધી ટકી જાય. તેનાથી ફુડની ક્વોલિટી બગડે છે. એક સમયના ફ્રોઝન મીલમાં 925 મિલીગ્રામ સોડિયમ હોય છે. તે આપણી રોજની સોડિયમની જરૂરિયાતનો લગભગ 40મો ભાગ છે. વધુ સોડિયમ લેવાથી હાઇ બ્લડ પ્રેશરની તકલીફ થઇ શકે છે.

તાજુ દેખાતુ ફ્રોઝન ફુડ પણ આરોગ્ય માટે છે ખતરાની ઘંટડીઃ રોજ ખાશો તો... hum dekhenge news

હ્રદયના આરોગ્ય માટે પણ નુકશાનકારક

ફ્રોઝન ફુડમાં ટ્રાન્સફેટ હોય છે. તે આર્ટરીઝમાં જમા થઇને અવરોધ ઉભો કરે છે. આ ફેટથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે અને બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. આ બધુ ભેગુ થઇને હાર્ટ ડિસીઝનો ખતરો લાવે છે.

કેન્સરનો ખતરો ઉભો થાય છે

જો તમારા ખાતામાં 10 ટકા ભાગ ફ્રોઝન ફુડનો હોય છે તો પેનક્રિયાઝ કેન્સરનો ખતરો રહે છે. આ અભ્યાસ બ્રિટનની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો છે. સીઝન વગરના વટાણા, શાક, પ્રોટીનથી ભરપુર કોઇ ફ્રોઝન આઇટમ મંગાવીને એ ન વિચારશો કો તે પોષણથી ભરપુર છે. લાંબા સમય સુધી તે ટકી શકે તે માટે તેમાં કેટલાય પ્રકારના પ્રિઝર્વેટિવ ભેળવાય છે. તેનાથી વસ્તુની પોષક વેલ્યુ ઘટે છે.

આ પણ વાંચોઃ ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં થશે ફિલ્મ ‘પઠાન’નું પ્રમોશન ? શું છે SRK નો માસ્ટરપ્લાન ?

Back to top button