કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટની જૂની કલેકટર કચેરીમાં પૂર્વના મામલતદારે આવકના દાખલામાં ફરજિયાત બે સાક્ષી માંગતા વિવાદ

Text To Speech
  • અરજદારો પાસેથી તલાટીનું રોજકામ, બે સાક્ષીની સહી, પુરાવા આપવાની જાહેરાતથી રોષ
  • સાક્ષી અંગેની રાજ્ય સરકારની જોગવાઇ છે પરંતુ અમલ કરાવવામાં આવતો ન હતો
  • સાક્ષી વગર આવનાર અરજદારોને ધરમનો ધક્કો થતા રોષ

રાજકોટની જૂની કલેકટર કચેરીમાં આવેલી પૂર્વ મામલતદારની કચેરી દ્વારા આવકના દાખલામાં તલાટીનું રોજકામ તેમજ બે સાક્ષી લાવવાના મામલતદાર ગઢવીના ફતવાથી ભારે વિવાદ સર્જાયો છે. રાજકોટની તમામ મામલતદાર કચેરીમાં આજ સુધી આવકના દાખલામાં કયારેય બે સાક્ષી માંગવામાં ન આવતાં અને એકાએક મામલતદારના આદેશનો કર્મચારી દ્વારા કડક અમલ શરુ કરાવતા જૂની કલેકટર કચેરીમાં અરજદારોમાં દેકારો મચી ગયો છે.

નવી જાહેરાતથી વિવાદ વધ્યો

દરમિયાન પૂર્વ મામલતદાર કચેરીના વર્તુળોમાંથી મળેલી માહિતી અનુસાર રાજ્ય સરકારની આવકના દાખલા પરત્વે બે સાક્ષીની જોગવાઇ હોવા છતાં કોઇ મામલતદાર કચેરીની એટીવીટી શાખા દ્વારા અમલ કરવામાં આવતો ન હતો પરંતુ પૂર્વ મામલતદાર દ્વારા અમલ કરાવતા ભારે કચવાટ સાથે અરજદારોમાં રોષ વ્યાપી ગયો છે તેમાં પણ વિધવા સહાયમાં બે સાક્ષીની સહી, પુરાવા માંગવામાં આવતા હતા પરંતુ ક્રિમિલેયર સર્ટિની નવી કામગીરી સાથે આવકના દાખલામાં બે સાક્ષી તલાટીનું રોજકામ માંગતા વિવાદ વધ્યો છે.

સરકારના નિયમ અને નિયત ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી

રાજકોટના પૂર્વ મામલતદાર આર.બી. ગઢવીએ પત્રકારોને જણાવ્યું હતુ કે, અત્યાર સુધીના સાક્ષીમાં સહીની જરૂર ન હતી પરંતુ સરકારના નિયમ અને નિયત ફોર્મમાં સાક્ષીની સહી જરુરી હોવાથી આવકના દાખલામાં બે સાક્ષીની સહી અને ઓળખના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. દરમિયાન બીજી બાજુ એવી પણ ચર્ચા થઇ રહી છે કે, રાજકોટની અન્ય મામલતદાર કચેરીઓમાં આવકના દાખલામાં કોઇપણ પ્રકારના સાક્ષીના પુરાવા માગવામાં આવતા નથી તો પૂર્વ મામલતદાર કચેરી કેમ માંગે છે ? સરકારી કચેરીઓમાં બે અલગ અલગ નિયમ ક્રિમિનલ અને આવકના દાખલા કાઢવા માટે બહુમાળી કચેરીએ સાક્ષીની જરૂર નથી.

Back to top button