નિક્કીનો સ્ટાઇલિશ અને હોટ લુક, સોશિયલ મીડિયા પર લાઈકનો થયો વરસાદ


નિક્કી તંબોલીઃ અભિનેત્રી નિક્કી તંબોલી ટીવીની જાણીતી હસ્તીઓમાંથી એક છે. ‘બિગ બોસ 14’ જેવા રિયાલિટી શો પછી અભિનેત્રીની લોકપ્રિયતા ખુબ વધી ગઈ છે.નિક્કી તેના અભિનય ઉપરાંત તેના સ્ટાઇલિશ લુકથી પણ લોકોને દિવાના બનાવે છે.

ઈન્સ્ટાગ્રામ પર નિક્કીના 3.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યાં તે દરરોજ પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ચાહકો પણ તેમની તસવીરો અને વીડિયો પર લાઈક કરે છે.

નિક્કી તંબોલીએ તેની ઉત્તમ સ્ટાઈલ સેન્સથી લોકોને ખાતરી આપી છે, કે તે ખરેખર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ‘ફેશન ક્વીન’ છે. નિક્કી ભારતીય અને પશ્ચિમી બંને પોશાકમાં સુંદર લાગે છે.

નિક્કીના ફેન્સ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેની તસવીરો પર ઘણી વાર સારી કોમેન્ટ કરે છે. ઇવેન્ટ હોય કે ફંક્શન, નિક્કી ઘણીવાર તેના મોહક દેખાવ અને સ્ટાઇલથી લોકોના દિલ જીતી લે છે. આ તસવીરમાં પણ નિક્કી પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલીએ સાઉથની હોરર ફિલ્મ ‘કંચના 3’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી.

‘કંચના 3’ સિવાય નિક્કી અન્ય કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી છે. આ સિવાય તે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.