Invest Madhya Pradesh: પીએમ મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ધાટન કર્યું


મધ્યપ્રદેશ, 24 ફેબ્રુઆરી 2025 : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજથી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ ‘ઈન્વેસ્ટ મધ્ય પ્રદેશ’ શરૂ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની ભોપાલમાં ‘Invest Madhya Pradesh’નું ઉદ્ઘાટન કર્યું. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે સમિટની શરૂઆત પહેલા કહ્યું હતું કે, અમે આ સમિટને સફળ બનાવવા માટે દરેકના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. આ સમિટ મુખ્યત્વે યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો પૂરી પાડવા માટે છે. આ સમિટમાં દેશ અને દુનિયાના તમામ ઉદ્યોગપતિઓ ભાગ લેશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
आज का दिन मध्य प्रदेश और भोपाल वासियों के लिए बड़ा खास है…
विश्व के सबसे लोकप्रिय और सबसे विशाल गणतंत्र के नेता आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी हम सभी के बीच भोपाल पधारे हैं।#ModiInGISMP #GISMP2025 #InvestInMP #MPGIS2025 pic.twitter.com/Iq26KSa7UE
— Dr Mohan Yadav (@DrMohanYadav51) February 24, 2025
આ સમિટમાં વૈશ્વિક નેતાઓ અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે
Invest Madhya Pradesh નામની આ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન મધ્ય પ્રદેશ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો ઉદ્દેશ્ય રોકાણના વાતાવરણ અને ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રકાશ પાડવાનો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, રોકાણકારો સમિટ વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો માટે ઊભરતાં બજારો અને વલણો પર આંતરદૃષ્ટિ શેર કરવા અને મધ્યપ્રદેશની રોકાણની સંભાવનાનો લાભ મેળવવાની રીતો અન્વેષણ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
આ પણ વાંચો : શેર બજારમાં હાહાકાર: માર્કેટ ખુલતાની સાથે જ રોકાણકારોના 3.40 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 75,000 પોઈન્ટથી નીચે આવ્યો