રાજકોટના જસદણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, યુવાનોએ નશામાં ધૂત થઈ દારૂની છોડો ઉડાડી


રાજકોટઃ રાજ્યમાં મંગળવારે લઠ્ઠાકાંડ ‘અમંગળ’ ઘટના બની હતી. ત્યારે હવે રાજકોટના જસદણના ચાર યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
રાજકોટના જસદણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, યુવાનોએ નશામાં ધૂત થઈ દારૂની છોડો ઉડાડી#rajkot #jasadan #Viral #ViralVideo #SocialMedia #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/vOqOY1Gr83
— Hum Dekhenge News (@humdekhengenews) July 27, 2022
દારૂની છોડો ઉડાડી
વીડિયોમાં જોઈ શકાય છે કે, ચારેય યુવાનો નશામાં ધૂત થઈ ગયા છે. તેટલું જ નહીં નાચી રહ્યા છે. સાથે સાથે દારૂની છોડો પણ ઉડાડી રહ્યા છે. દારૂ પીઈને ગીત ઉપર ડાન્સ કરી ઝૂમી રહ્યા હતા. જ્યારે એક યુવાન આ તમાશાનો વીડિયો ઉતારતો હતો. આ દારૂની મહેફિલ દરમિયાન નાના બાળકો પણ પાછળ ઊભા હતા અને આ દારૂની મહેફિલનો તમાશો જોતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળ્યું હતું.
મહિના પહેલાનો વીડિયોઃ સૂત્ર
આ વીડિયો જસદણના મફતિયાપરા વિસ્તારનો હોવાનું અને અંદાજે એકાદ મહિના પહેલાનો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જ્યાં આ દારૂની જાહેરમાં મહેફિલ થઈ હતી તે જસદણ પોલીસ સ્ટેશન સામેનો જ વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું.
જસદણના પીઆઈ કે.જે.રાણાને પૂછવામાં આવતા તેઓ આ બનાવથી સાવ અજાણ હોવાનું અને આ વીડિયો જસદણનો જ છે કે કેમ તેની તપાસ કરી આગળની કાર્યવાહી કરશે તેમ અંતમાં જણાવ્યું હતું.
બરવાળામાં તાજેતરમાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો
બોટાદના લઠ્ઠાકાંડમાં 30 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના બહાર આવી છે. ત્યારે એક વીડિયો ફરતો થયો છે. જેમાં ચાર યુવાન જાહેરમાં દારૂ પી રહ્યા છે. આ વીડિયો જસદણના એક વિસ્તારનો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. દારૂ બંધીની ધજીયા ઉડાવતા આ વીડિયોમાં દેખાતા યુવાનો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.