ઉમેદવાર નણંદ ભાભીનું શાબ્દિક યુદ્ધ શરૂ, પોતાને મત આપી શકતા નથી લોકો પાસે મત માંગો છો


ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં એક જ પરિવારના બે લોકો સામસામે ચૂંટણી લડતા માહોલ ગરમાયો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષ મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન જામનગરમાં કોંગ્રેસના મહિલા નેતા નયનાબા જાડેજાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો: ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા
કોંગ્રેસના નેતા નયનાબાએ પ્રહાર કર્યા
ભાજપના ઉમેદવાર અને ભાભી રીવાબા સામે કોંગ્રેસના નેતા નયનાબાએ પ્રહાર કર્યા છે. નયનાબાએ કહ્યુ કે, પોતાને મત આપી શકતા નથી તો લોકો પાસે કેમ મત માંગો છો. જામનગર ઉત્તર બેઠક પર લોકો આયાતી ઉમેદવારને કેમ મત આપશે. ચૂંટણી પુરી થયા પછી તો તે રાજકોટમાં જ રહેવાના છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે જામનગર ઉત્તર બેઠક પર હકુભા જાડેજાની ટિકિટ કાપીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણીનો કમાભાઇએ રંગ જમાવ્યો જુઓ Video
ઉમેદવાર પોતાને મત નથી આપતા જનતા તમને કેમ મત આપે?
તેમણે કહ્યું કે, રિવાબા વારંવાર કહે છે કે હું અહીંયા જ રહીશ. તમે જોઈ શકો છો રિવાબાનું ચૂંટણીકાર્ડ હજુ પણ રાજકોટ પશ્ચિમનું છે. રિવાબા અહીં પોતાનો મત આપી શકે તેમ નથી. અમારો પ્રશ્ન એજ છે કે જે ઉમેદવાર પોતાને મત નથી આપતા જનતા તમને કેમ મત આપે?
આ પણ વાંચો: અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ
નણંદ ભાભી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયુ
રવિન્દ્ર જાડેજાના બહેન અને રીવાબાના નણંદ નયનાબાએ જામનગર ઉત્તર બેઠક પરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા સામે પ્રહાર કર્યા હતા. નયનાબાએ કહ્યુ કે, “ભાજપના 78 વિધાનસભાના જે ઉમેદવાર છે તેમનું હાલના તબક્કે પણ રાજકોટ પશ્ચિમમાં વોટિંગનું બોલે છે, ભાજપે જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ કરશન કરમૂરને ટિકિટ આપી છે. ત્યારે નણંદ ભાભી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયુ છે.