મહાશિવરાત્રિ પર બીલીપત્રના આ ખાસ ઉપાય દુર કરશે આર્થિક તંગી


બીલીપત્ર ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર બીલીપત્રના ત્રણ પાંદડામાં સત, રજ અને તમ ત્રણેય ગુણોનો વાસ માનવામાં આવે છે. તેના ત્રણેય પત્તા ત્રિદેવનું સાથે હોવાનું પ્રતિક છે. એવી માન્યતા છે કે ભગવાન શિવને સોમવાર, શિવરાત્રિ, પ્રદોષ કે અન્ય તિથિઓમાં બીલીપત્ર અર્પિત કરવાથી ત્રણેય દેવ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દુર થાય છે. અહીં બીલીપત્રના કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે તમને શુભ ફળ આપી શકે છે.
ઘી અને ખીરનું દાન
બીલીપત્રનુ ઝાડ મહાદેવજીનો વાસ માનવામાં આવે છે. જે લોકો શિવરાત્રિ પર કોઇ બીલીપત્રની નીચે ઉભા રહીને ખીર અને ઘીનું દાન કરે છે, તેમને મગાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમને જીવનભર સુખ સુવિધાઓ મળે છે. તમામ કાર્યમાં સફળતા મળે છે. આવા લોકોને ક્યારેય પણ પૈસાની તંગી જોવા મળતી નથી.
બીલીપત્ર પાસે દીપક પ્રગટાવો
શિવપુરાણ અનુસાર બીલીપત્રનું વૃક્ષ મહાદેવજીનું રૂપ છે. તેથી તેની પુજા કરો. ફુલ, પ્રસાદ ત્યાં ચઢઆવો. તેની પુજાથી જલ્દી શુભ ફળ મળે છે. શિવરાત્રિના દિવસે સાંજના સમયે બીલીના વૃક્ષ પાસે દીવો કરો. મહાદેવજી મનોકામના પુર્ણ કરશે.
ધનસ્થાનમાં બીલીપત્ર રાખો
શિવલિંગ પર ચઢેલા બીલીપત્ર તમારા ધનના સ્થાન પર રાખો. તમારુ ધર ધન ધાન્યથી ભરેલું રહેશે. તમારે કરવાનું એવુ છે કે શિવલિંગ પર ચઢેલા બીલીપત્રમાંથી કોઇ પણ ત્રણ બીલીપત્ર લો અને તેની પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખી લો અને આ બીલીપત્રને તમારા ધનના સ્થાન પર રાખો. આમ કરવાથી ધનની તંગી દુર થશે. તમારા રોકાયેલા પૈસા પણ મળી જશે.
દર સોમવારે કરો આ ઉપાય
જો તમારી પાસે પૈસા ટકતા ન હોય અને આવે એવા તરત ખર્ચાઇ જતા હોય તો દર સોમવારે શિવલિંગ પર પાંચ બીલીપત્ર ચઢાવો. પુજા સમાપ્ત થયા બાદ આ બીલીપત્રોને તમારા પર્સમાં રાખી દો. આવુ દર સોમવારે ફોલો કરો. ગયા સોમવારે પર્સમાં રાખેલા બીલીપત્ર વહેતા જળમાં વહાવી દો. આમ કરવાથી તમારુ પર્સ રુપિયાથી ભરેલુ રહેશે અને કરિયરમાં પણ તરક્કી મળશે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી 2023: મહાકાલેશ્વર મંદિરમાં આવનારા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે