મનોરંજન

અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ

Text To Speech
  • બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતાની એક ઈવેન્ટ કંપની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ હવે અભિનેત્રીના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી વિરુદ્ધ કોલકાતામાં એક ઈવેન્ટ કંપની દ્વારા ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સિયાલદહ કોર્ટે ઝરીન ખાન પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

અભિનેત્રી સામે વર્ષ 2018માં 6 ઈવેન્ટમાં હાજરી ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોલકાતા અને ઉત્તર 24 પરગણામાં 6 કાલી પૂજા કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ તેમની સામે ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરી હતી

ઝરીન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2010માં સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વીર’ થી કરી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રીને ઘણી ખ્યાતિ પણ મળી હતી. પરંતુ થોડા સમય પછી, અભિનેત્રીના કામની પ્રશંસા કરવાને બદલે, દર્શકો તેના દેખાવની અભિનેત્રી કેટરિના કૈફ સાથે સરખામણી કરવા લાગ્યા. જે બાદ અભિનેત્રી ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

આ પણ વાંચો: ‘Jawan’ના ડિરેક્ટર એટલીએ પ્રિયમણિને છેતરી, જાણો- શું છે આખી વાત

Back to top button