અમદાવાદનો 613મો સ્થાપના દિવસ: બળદગાળામાં ફરતા શહેરીજનો મેટ્રોમાં સવારી કરી રહ્યા છે : મેયર

- શહેરનું નામ કર્ણાવતી હોય કે અમદાવાદ હંમેશા ધબકતું રહેવુ જોઈએ: વંશજ ચંદનનાથ
- અહમદ શાહ બાદશાહે શહેરનું નિર્માણ કરવાની શરૂઆત કરી
- અમદાવાદના પ્રથમ સ્થાપત્ય માણેક બુરજના નિર્માણ પછી અમદાવાદ શહેરનું નિર્માણ થયુ
આજે અમદાવાદનો 613મો સ્થાપના દિવસ છે. જેમાં માણેકબુરજ પર મેયરે પૂજન કર્યું છે. અમદાવાદ શહેરના 612 વર્ષ પૂર્ણ થયા છે. માણેકચોકમાં માણેકનાથાજીની સમાધિ આવેલી છે. નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરાઇ છે. તેમજ ખાણી પીણી અને મોજ મસ્તીનું શહેર એટલે અમદાવાદ.
આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ વચ્ચે ફલાઇટ શરૂ થશે, જાણો ભાડું અને સમય
શહેરનું નામ કર્ણાવતી હોય કે અમદાવાદ હંમેશા ધબકતું રહેવુ જોઈએ: વંશજ ચંદનનાથ
વંશજ ચંદનનાથે આ પ્રસંગે જણાવ્યું છે કે શહેરનું નામ કર્ણાવતી હોય કે અમદાવાદ હંમેશા ધબકતું રહેવુ જોઈએ. તેમજ અમદાવાદના મેયરે આ પ્રસંગે જણાવ્યું છે કે બળદગાળામાં ફરતા શહેરીજનો મેટ્રોમાં સવારી કરી રહ્યા છે. સાબરમતી નદી કિનારે ભુદરના આરે પણ પૂજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં હેરિટેજ રેલીનું આયોજન કરાયુ છે. ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે. માણેક બુરજની સમાધીએ તેમના વંશજોએ પૂજન કર્યું છે. અમદાવાદની સ્થાપનાની પ્રથમ ઈંટ મુકનાર માણેકનાથજી હતા. બુરજનું નામ પણ આ સંતના નામ પરથી માણેક બુરજ રાખવામાં આવ્યું છે બુરજનો અર્થ થાય છે ગઢ. શહેરની સ્થાપનાની ઇંટ મૂકાઈ પછી શરૂ થયું શહેરનું નિર્માણ. 26 ફેબ્રુઆરી ઈ.સ. 1411 ના દિવસે અમદાવાદની સ્થાપનાની પ્રથમ ઈંટ આ જગ્યા ઉપર મૂકવામાં આવી હતી અને અમદાવાદના પ્રથમ સ્થાપત્ય માણેક બુરજના નિર્માણ પછી અમદાવાદ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાત: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર
અહમદ શાહ બાદશાહે શહેરનું નિર્માણ કરવાની શરૂઆત કરી
અહમદ શાહ બાદશાહે શહેરનું નિર્માણ કરવાની શરૂઆત કરી તેમાં સૌપ્રથમ ગણેશબારી ચણવામાં આવી. સાબરમતી નદી કે જે પહેલા હાલના માણેકચોકમાંથી પસાર થતી હતી ત્યારે અહમદ શાહ બાદશાહે નદીનો પ્રવાહ બદલવા એક મજબૂત કોટ બનાવાની શરૂઆત કરી. આ અમદાવાદ શહેરની પાયાની ઈમારતનો હોવાથી, તે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અહમદશાહ દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો. તે શહેરના પાયાના પથ્થરની ફરતે બાંધવામાં આવેલ છે. આ બુરજ, બહારની બાજુએ ત્રેપન ફુટ ઊંચો છે, જેની બાજુમાં 77 ફૂટ પરિઘની માણેક કુવા તરીકે ઓળખાતી વાવ છે. સાબરમતી નદીના પ્રવાહમાં થયેલા ફેરફાર દરમિયાન આ વાવ સૂકાઈ ગઈ હતી અને વર્ષ 1866માં તેને ભરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતની સૌ પ્રથમ છ માળની સરકારી અદ્યતન લાયબ્રેરી, અમીત શાહના હસ્તે થશે લોકાર્પણ
બુરજને 2003ના વર્ષમાં મરામત કરી ફરી સુરક્ષિત કરવામાં આવ્યો
બુરજ નજીક એક પાણીની નહેર હતી, જે તે સમયમાં કિલ્લામાં શાહી સ્નાન માટે પાણી લાવવા માટે હતી. વર્ષ 1869માં આ બુરજની નજીક સૌપ્રથમ એલિસ બ્રિજ, સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે 1989ના સમયમાં એલિસ બ્રિજ અને તેની આસપાસનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીના કિનારે આવેલા કુદરતી પાણીના વહેણને સુરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. મૂળ લોખંડનો પુલ સાંકડો હોવાને કારણે ભારે વાહનો તેમ જ ગીચ ટ્રાફિક માટે યોગ્ય ન હોવાથી તે વર્ષ 1997માં વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાજુમાં વર્ષ 1999માં નવો સિમેન્ટ-કોંક્રિટ પુલ બાંધવામાં આવ્યો હતો. આ પુલ-નિર્માણ માટે આ બુરજનો કેટલોક ભાગ આંશિક રીતે તોડવામાં આવ્યો હતો. 2001 ગુજરાત ધરતીકંપ અને 2002 ગુજરાત હિંસા પછી, ઘણા લોકો માનવા લાગ્યા હતા કે આ શહેરને આ બુરજને થયેલ નુકસાનને કારણે મુશ્કેલીઓ પડી રહી છે. તેથી આ બુરજને 2003ના વર્ષમાં મરામત કરી ફરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો.