અમદાવાદગુજરાતસ્પોર્ટસ

IPLની ફાઈલન મેચ જોવા આવશે અભિનેતાઓ, અમદાવાદમાં રવિવારે બોલિવુડ કલાકારો આવશે

Text To Speech

આગામી ૨૯ મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચનો ફાઈનલ મેચ થવા જઈ રહ્યો છે. ત્યારે આ ફાઈનલ મેચમા બોલીવુડના સિતારાઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. જેમાં રણવીર સિંહ, આમિર ખાન અને એ.આર.રહેમામ હાજર રહે તેવી શક્યતાઓ છે.

મહત્વનું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે, IPLની ફાઇનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાઈનલની ટિકિટ મેળવવા માટેની દોડધામની સાથોસાથ હોટલ બૂકિંગ અને ફલાઇટ બૂકિંગમાં પણ મોટો વધારો થયો છે.

IPLની ગ્રાન્ડ ફાઈનલ આગામી તા.29મીએ પ્રથમ વખત અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાશે. આ સ્ટેડીયમ સવા લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ છે. 29મી પૂર્વે 27મીએ ક્વોલીફાયર-2 મેચ પણ રમાવાની છે. આઈપીએલના આ બે મહત્વપૂર્ણ હાઈવોલ્ટેજ મુકાબલા પૂર્વે જબરદસ્ત ક્રિકેટ ક્રેઝ સર્જાયો છે. કારણ કે તેમાં ક્રિકેટ અને બોલિવૂડનું સંગમ થવાનું છે. ફાઈનલ મેચ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાવાનો છે, જેમાં 300 કલાકારો ભાગ લેવાના છે. એ.આર.રહેમાન અને રણવીરસિંહ ઉપરાંત આમિર ખાન પણ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે હાજર રહે તેવી શક્યતા છે. અન્ય કેટલાંક બોલિવૂડ કલાકારો પણ હાજર રહેશે.

Back to top button