વાળમાં કેરાટિન કરાવતા પહેલા જરૂર જાણો તેના ફાયદા અને નુકસાન


જ્યારે પણ તમે તમારા વાંકડિયા વાળને સરખા કરાવો છો ત્યારે બ્યુટીશન તમને તમારા વાળ પર કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપે છે. તેનાથી તમારા વાળ સુંદર અને સીધા થઇ જાય છે. તે જોવામાં પણ સુંદર લાગે છે. ગૂંચવાયેલા વાળને સરખા કરાવવાની સૌથી પોપ્યુલર ટ્રીટમેન્ટમાંથી એક છે કેરાટીન ટ્રીટમેન્ટ. પરંતુ તેનાથી ઘણા નુકસાન થાય છે. તો આવો આજે આપણે જાણીએ કેરાટીન ટ્રીટમેન્ટના ફાયદા અને નુક્શાન વિશે.
કેરાટિનના નુકસાન
કેરાટિન પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તમારે સ્પેશ્યલ શેમ્પુ, કન્ડિશનર અને હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ ઉપયોગ કરવી પડે છે. જે ખાસ કરીને તમારા વાળના હિસાબથી બનાવવામાં આવે છે.
તમારા વાળ જલદી ઓઇલી અને ગ્રીજી થઇ જાય છે.
કેરાટિન કરાવ્યા બાદ થોડાક દિવસો સુધી તમે વાળને ધોઇ શકશો નહીં.
આ ટ્રીટમેન્ટ કરાવવામાં ખૂબ પૈસા ખર્ચ થાય છે પરંતુ તેની અસર આશરે 3-5 મહિના રહે છે.
કેરાટિન ટ્રીટમેન્ટમાં સામાન્ય રીતે એક એવા કેમિકલનો ઉપયોગ થાય છે જેના કારણથી તમને ચક્કર આવી શકે છે. ત્વચા અને આંખોમાં ખંજવાળ તેમજ બળતરાનો અનુભવ થઇ શકે છે.
કેરાટિનના ફાયદા વિશે જાણી લો…
વાળ ગૂંચવાતા નથી અને વાળને મેનેજ કરવા સહેલા હોય છે.
વાળ શાઇની અને ગ્લોસી દેખાવવા લાગે છે.
વાળ સ્ટ્રેટ થઇ જાય છે. જેને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે.
તડકાની હાનિકારક કિરણો સહિત વાતાવરણમાં રહેલા પોલ્યુશનથી પણ વાળ બચી જાય છે.
વાળ ડેમેજ ઓછા થાય છે તો તેને તૂટવા તેમજ ખરવાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.