અંકલેશ્વર GIDCમાં એક કંપનીમાં વિકરાળ આગ ભભૂકતા લોકોમાં અફરાતફરી મચી


ભરૂચ, 31 જુલાઈ 2024, ગઈકાલે કેબલ બ્રિજ પરથી પસાર થતી એક કાર અચાનક ભડભડ સળગવા માંડી હતી.સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તે ઉપરાંત હાંસોટના કતપોર અને વધવાણ ગામ વચ્ચેથી પસાર થતા એક કારમાં આગ લાગી હતી. હવે અંકલેશ્વર GIDCમાં કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યાં હતાં.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતાં.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતાં.આ બનાવ અંગેની જાણ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના DPMC સેન્ટરના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા.ફાયર ફાઈટરોએ વિકરાળ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હજી સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનીની વિગતો પણ પ્રકાશમાં આવી નથી.
આ પણ વાંચોઃઅમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થતાં આગ લાગી, સ્કૂલે કહ્યું મોકડ્રીલ હતી