ચેમ્પિયન્સ ટ્રોફીઃ અજય દેવગણે કાજોલનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું…


નવી દિલ્હી, 10 માર્ચ 2025: ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બન્યા બાદ મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમાં અજય દેવગનની પોસ્ટ લોકોને ખૂબ મજેદાર લાગી. તેમણે પોતાની વાઈફ કાજોલની મૂવી કભી ખુશી કભી ગમની એક ક્લિપ પોસ્ટ કરી છે. અજય ઉપરાંત જાવેદ અખ્તર, વિવેક અગ્નિહોત્રી, અભિષેક બચ્ચન અને અનુપમ ખેર સહિતના કેટલાય લોકોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.
સેલેબ્સે આપી શુભકામનાઓ
ઈંડિયાની જીત પર જાવેદ અખ્તરે લખ્યું છે કે, હુર્રે! બોયઝ તમે કરી બતાવ્યું. તમને અને આખા દેશને શુભકામનાઓ. વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે, ટીમ ઈંડિયા, તમે વિજેતા છો. રોહિત શર્માને ઈંડિયાની શાનદાર જીત માટે માર્ગ દર્શન અને શાનદાર ટૂર્નામેન્ટ માટે શુભકામનાઓ. અભિષેક બચ્ચને લખ્યું છે કે, ટ્રોફી ઘરે આવી રહી છે. ટીમ ઈંડિયાએ યોગ્યતા, સાહસ અને પૈશનની માસ્ટરક્લાસ બતાવી. મિલિંદ સોમણે લખ્યું છે કે, આપણે જીતી ગયા, કેટલાય વર્ષ પછી મેચ જોઈ અને ખુશી છે કે, આ એ મેચ હતી. ટીમ ઈંડિયાને શુભકામના, જય હિન્દ.
View this post on Instagram
અજય દેવગને આપી શુભકામનાઓ
અજય દેવગને કભી ખુશી કભી ગમ ફિલ્મની એ ક્લિપ શેર કરી છે, જેમાં કાજોલ તિરંગો લઈને દોડે છે. સાથે જ બૂમ પાડે છે કે હમ જીત ગયે. અજયે લખ્યું કે, અમારા ઘરમાં આજે પણ એવો માહોલ છે. ટીમ ઈંડિયાને શુભકામનાઓ. અજયની આ પોસ્ટ પર કેટલીય કોમેન્ટ આવી છે.
આ પણ વાંચો: મેજબાન છતાં ચેમ્પિયન્સ ટ્રોફીની એવોર્ડ સેરેમનીમાંથી કેમ ગાયબ રહ્યું પાકિસ્તાન? ICCએ સ્પષ્ટતા કરી દીધી