રાબડી દેવીની CBIની પૂછપરછ પર તેજસ્વીની પહેલી પ્રતિક્રિયા, BJP વિશે કહ્યું કંઈક આવુ


દેશમાં હોળીનો માહોલ છે ત્યારે રાબડી માટે તેના ઘરે CBI દ્વારા રેડ પાડવામાં આવી છે. આ મામલે બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવે કહ્યું કે, BJPનો વિરોધ કરનારા પર રેડ પડવી સ્વાભાવિક છે. CBIએ RJDના ઘરે જ તેની ઓફિસ ખોલવી જોઈએ. જેથી વારંવાર મુલાકાત કરીને સરકારી નાણાનો વ્યય ન થાય. તેજસ્વી યાદવે કહ્યું કે લાલુજીના નેતૃત્વથી રેલવેને ઘણો ફાયદો થયો છે. કોઈપણ મંત્રી કોઈને સીધી નોકરી આપી શકતા નથી. બીજી તરફ બિહાર સરકારના શિક્ષણ મંત્રી પ્રો. ચંદ્રશેખરે કહ્યું કે CBIની ટીમને લાલુ પરિવારના ઘરેથી કંઈ જ મળ્યું નથી. ઢેફા પથ્થર માટી ગાયના છાણ સિવાય કશું મળ્યું નહીં. CBI પોતે પૈસા લઈને પ્રશ્નો જરૂર ઉભા કરી શકે છે.
ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે
બિહારના પૂર્વ ડેપ્યુટી CM અને BJP નેતા રેણુ દેવીએ કહ્યું કે CBI એક સરકારી સંસ્થા છે. CBI પોતાનું કામ કરશે. અમે અમારું કામ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કંઈ હશે, તો બહાર આવી જશે, જો કઈ નહી હોય તો બહાર નહીં આવે. CBIએ કેન્દ્ર સરકારની કોઈ કઠપૂતળી નથી. તે એક સ્વાયત્ત સંસ્થા છે જે તેનું કામ કરે છે. જો અમે ખોટા હોઈશું તો તે અમારી સામે પણ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો : 2024ની ચૂંટણીને લઈ એક્શનમાં KCR! નીતિશ અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત
CBI ટીમનું આગમન દેશમાં અઘોષિત કટોકટી
પૂર્વ કૃષિ મંત્રી સુધાકર સિંહે કહ્યું કે CBIની ટીમનું રાબડી ઘરે આવવું દેશમાં અઘોષિત કટોકટીનો પુરાવો છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. 2024 પહેલા હજી વધુ દરોડા પાડવામાં આવશે. મુખ્યમંત્રી પર પ્રહાર કરતા સુધાકર સિંહે કહ્યું કે નીતિશ કુમારે નિવૃત્ત થઇ જવું જોઈએ. નીતિશ કુમાર હવે બિહાર અને દેશનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી.
આ પણ વાંચો : બિહારની યુવતીએ તેજસ્વી યાદવને લખ્યો પત્ર, કહ્યું- અફેરની ઉંમરમાં વાંચું છું ‘કરંટ અફેર’
BJPએ કાળા ચહેરાનું ઉદાહરણ પૂરું પાડ્યું
બીજી તરફ RJDના પ્રવક્તા શક્તિ યાદવે કહ્યું કે BJPએ કાળા ચહેરાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આખો દેશ હોળીની તૈયારી કરી રહ્યો છે, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર RJDને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહી છે. અમે એનાથી ડરતા નથી. જનતા બધું જોઈ રહી છે, તે 2024માં જડબાતોડ જવાબ આપશે.