ગજબ કહેવાય! 4 કલાક સુધી શ્રીલંકામાં અંધારપટ છવાયો, એક વાનરે તાંડવ મચાવ્યો


શ્રીલંકા, 10 ફેબ્રુઆરી 2025: ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ફરી એક વાર વીજળી સંકટ આવ્યું હતું. પણ ગત વખતની માફક આ કોઈ વીજ સંકટ નહીં પણ એક વાનરના કારણે થયું હતું. હકીકતમાં જોઈએ તો, શ્રીલંકાના વિદ્યુત ગ્રિડ સબ સ્ટેશનમાં સવારે 11.30 કલાકે એક વાનર ઘુસી ગયો હતો, જેના કારણે આખા દ્વીપમાં લાઈટ જતી રહી હતી અને બ્લેકઆઉટ થઈ ગયું.પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કલાક બાદ પણ લાઈટ આવી નહોતી.
શ્રીલંકન સરકારના ઊર્જા મંત્રી કુમારા જયકોડીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, સાઉથ કોલંબોના ઉપનગરમાં એક વાનરે અમારા ગ્રિડ ટ્રાંસફોર્મરના સંપર્કમાં આવી ગયો હતો. તેના કારણે આખી સિસ્ટમમાં અસંતુલન ઊભું થયું. એન્જીનિયરે પુરી તાકાત સાથએ ઠીક કરવામાં લાગ્યા. અમને આશા છે કે ટૂંક સમયમાં વીજળી સેવા ફરીથી ચાલું થઈ જશે.
રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી અમુક વિસ્તારમાં લાઈટ આવી નથી. પણ બાકીના વિસ્તારમાં ક્યાં સુધી લાઈટ ગાયબ રહેશે તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી. સીલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડે પણ વેબસાઈટ પર આ ઘટનાને લઈને નોટિસ અપલોડ કરી છે.
તેમણે કહ્યું કે, આખા દેશમાં વીજળી ચાલું કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશવાસીઓને આ મામલે અસુવિધા છે, તે બદલ દિલગીર છીએ. આપ તમામે ધીરજ રાખી તે બદલ આભાર.
આ પણ વાંચો: ઝારખંડના દિગ્ગજ નેતા શિબૂ સોરેનની તબિયત બગડી, સ્પેશિયલ એરક્રાફ્ટથી દિલ્હી લાવ્યા