અમદાવાદગુજરાત

સરદાર સરોવર નિગમ ગાંધીનગર વર્તુળના અધિક્ષક ઈજનેર જે જે પંડ્યાને સેવામાંથી હાંકી કઢાયા

Text To Speech

ગાંધીનગર, 22 જૂન 2024, રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમમાં અધિક્ષક ઇજનેર વર્તુળ ગાંધીનગરના અધિક્ષક ઇજનેર જે.જે. પંડ્યાને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત એટલે કે પ્રી મેચ્યોર રિટાયર્ડ કરવાનો આદેશ કર્યો છે. જે.જે. પંડ્યા સામે હાલ ચાલી રહેલી ખાતાકીય તપાસોમાં ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાનો સંપૂર્ણ અભાવ તેમજ ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીના આરોપો છે. તેમની સામે અગાઉની ખાતાકીય તપાસમાં તેમની સામેના તમામ સાત આરોપો મળીને સરકારને મોટું નાણાકીય નુકસાન પણ થયેલું છે.

અપરિપક્વ નિવૃત્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
પંડ્યાના સમગ્ર સેવાકાળ દરમિયાનની તેમની સામે ખાતાકીય તપાસની ગંભીરતા ધ્યાનમાં લેતાં તેમનું આચરણ અને પ્રતિષ્ઠા એવી છે કે તેમની સેવાઓ ચાલુ રાખવી એ જાહેર સેવામાં ખતરો અને જાહેરહિત માટે હાનિકારક છે.આ બધા જ સંજોગો ધ્યાનમાં લઈને જે.જે. પંડ્યા અધિક્ષક ઇજનેર વર્ગ-1 ને 55 વર્ષની વય પછી તાત્કાલિક અસરથી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે.જે. પંડ્યાને 21 જૂન 2024ના બપોર બાદ તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાના આદેશો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃGIL કૌભાંડઃ પૂર્વ અધિકારી રૂચિ ભાવસાર સામે 4 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

Back to top button