ટ્રેન્ડિંગયુટિલીટી

ગૂગલ કોન્ટેક્ટમાં નવું ફીચર, હવે ફેવરિટ લોકો માટે સેટ કરો અલગ રિંગટોન

Text To Speech
  • પોતાના યૂઝર્સની સવલત માટે ગૂગલ અલગ અલગ પ્લેટફોર્મમાં નવા નવા ફીચર્સ જોડે છે. ગૂગલે હવે ગૂગલ કોન્ટેક્ટમાં એક કમાલનું ફીચર એડ કર્યું છે.

22 માર્ચ, શુક્રવારઃ ટેક જાયન્ટ ગૂગલ પોતાના એન્ડ્રોઈડ યૂઝર્સને અનેક પ્રકારની શાનદાર સુવિધાઓ આપે છે. સ્માર્ટફોન યૂઝર્સ દિવસમાં અનેક વખત ગૂગલ કોન્ટેક્ટ, ગૂગલ ક્રોમ બ્રાઉઝર, યૂટ્યૂબ, ગૂગલ ડૉક જેવી અનેક ગૂગલ સર્વિસનો ઉપયોગ કરે છે. પોતાના યૂઝર્સની સવલત માટે ગૂગલ અલગ અલગ પ્લેટફોર્મમાં નવા નવા ફીચર્સ જોડે છે. ગૂગલે હવે ગૂગલ કોન્ટેક્ટમાં એક કમાલનું ફીચર એડ કર્યું છે.

ગૂગલે પોતાના કોન્ટેક્ટ સેક્શનમાં એક નવું ફીચર ઉમેર્યુ છે, ત્યારબાદ યૂઝર્સ અલગ અલગ કોન્ટેક્ટ માટે અલગ અલગ રિંગટોન સેટ કરી શકશે. જો તમને અલગ અલગ રિંગટોન સેટ કરવાનું પસંદ છે તો ગૂગલનું નવું ફીચર તમને ખૂબ જ પસંદ આવશે. જો તમને પર્સલાઈઝ્ડ રિંગટોન સેટ કરવા ગમે છે તો ગૂગલનું આ ફીચર તમને ગમશે.

ગૂગલે પોતાના કરોડો યૂઝર્સને કોન્ટેક્ટમાં રિંગટોન ટેબનું નવું ફીચર આપ્યું છે. ગૂગલનું આ ટેબ યૂઝર્સને ફિક્સ અને મેનેજ મેન્યુમાં મળશે. આ ટેબમાં યૂઝર્સને તમામ કોન્ટેક્ટ મળશે, જ્યાંથી તમે અલગ અલગ કોન્ટેક્ટ માટે અલગ અલગ રિંગટોન સેટ કરી શકશો. ગૂગલના આ ફીચરથી યૂઝર્સને એ ઓળખવામાં મદદ મળશે કે તેમને કોણ કોલ કરી રહ્યું છે.

ગૂગલ કોન્ટેક્ટમાં નવું ફીચર, હવે તમારા ફેવરિટ લોકો માટે સેટ કરો અલગ રિંગટોન hum dekhengenews

રિંગટોન સેટ કરવા ફોલો કરો આ સિમ્પલ પ્રોસેસ

  • ફોનમાં Google Contacts એપ ઓપન કરો.
  • સૌથી પહેલા તમારે ફિક્સ એન્ડ મેનેજ મેન્યૂમાં જવું પડશે.
  • હવે તમારે સ્ક્રોલ કરીને નીચેની તરફ જવું પડશે.
  • હવે તમને Contact Ringtones ટેબ મળશે.
  • હવે તમારે રિંગટોન સેટ કરવા માટે એડ કોન્ટેક્ટ રિંગટોન બટન પર ક્લિક કરવું પડશે.
  • તમે એ કોન્ટેક્ટને પસંદ કરો, જેની પર રિંગટોન સેટ કરવાનો છે.
  • હવે તમે ગૂગલના લિસ્ટમાં રહેલા રિંગટોનને એ વ્યક્તિ માટે સિલેક્ટ કરી શકો છો.

આ પણ વાંચોઃ બીજું બાળક ન થઈ શકવાનું દુઃખ, રાની મુખર્જીએ કહ્યું આદિરાને સિબલિંગ ન આપી શકી!

Back to top button