ટ્રેન્ડિંગવિશેષ

World Emoji Day 2022: શું તમે જાણો છો ઈમોજી (Emoji)નો સાચો અર્થ શું છે?

Text To Speech

ઈમોજી(Emoji)ની વાત આવે અને આપણે પીળા રંગનો ફેસ યાદ આવી જાય છે. આપણે વોટ્સએપ કે ફેસબુક પર ઘણી વખત આ પ્રકારના ઈમોજીનો ઉપયોગ કરી હોઇએ છીએ. કેટલીક વખત શબ્દોની લાગણી વ્યક્ત કરવા માટે તેનો ઉપયોગ કરી લઈએ છીએ. પણ ઈમોજીનો ઉપયોગ સૌ પ્રથમ 1990માં શરૂ થયો, જ્યારે 17 જુલાઈ, 2002ના રોજ એપલે તેની કેલેન્ડર એપ્લિકેશન માટે ઈમોજીનો ઉપયોગ કર્યો. આ કારણે ઈમોજેપીડિયાએ 17 જુલાઈને વર્લ્ડ ઈમોજી ડે તરીકે પસંદ કર્યો છે

વર્ષ 2012-2013માં ઈમોજીનો ઉપયોગ એટલો લોકપ્રિય થયો કે ઓગસ્ટ 2013માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં (Oxford Dictionary) ઈમોજી શબ્દ પણ ઉમેરવામાં આવ્યો. જો કે સૌ પ્રથમ ઈમોજીનો ઉપયોગ જાપાનીઓએ ઈમોટીકોન્સ દ્વારા વાતચીત કરવા તેમજ લાગણીની અભિવ્યક્તિ માટે કર્યો હતો. ઈમોજિ પીડિયાના સ્થાપક જેરેમી બર્ગ દ્વારા 2014માં વર્લ્ડ ઈમોજી ડેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 17 જુલાઈને ‘વર્લ્ડ ઈમોજી ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

શું છે ઈમોજીનો સાચો અર્થ ?

વાસ્તવમાં ઈમોજી માં‘ઈ’નો અર્થ ‘ચિત્ર’ અને ‘મોજી’નો અર્થ ‘પાત્ર’ એટલે કે કોઈ શબ્દને વ્યક્ત કરવો અથવા ચિત્ર દ્વારા અનુભૂતિ કરવી તેને ઈમોજી કહેવામાં આવે છે. આજે આપણે કેટલાંક ઈમોજી જેનો તમે ઉપયોગ તો કરો છો પણ તેને ચોક્કસ ક્યા અર્થથી ઉપયોગ કરવો તે જાણતા નથી.

WORLD-EMOJI-DAY

ભારતીયો ક્યા ઈમોજીનો કરે છે સૌથી વધુ ઉપયોગ ?

એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૌથી વધુ ‘ખુશીના આંસુ’ અને ‘ફ્લાઈંગ કિસ(Flying Kiss)’ ઈમોજીનો ઉપયોગ કરે છે. આ અહેવાલ ટેક કંપની બોબલએઆઈ દ્વારા વર્લ્ડ ઈમોજી ડેના એક દિવસ પહેલા જ બહાર પાડ્યો હતો. હકીકતમાં ઈમોજીએ લાગણીનો સંચાર એટલો સરળ બનાવ્યો છે કે શબ્દોની જરૂરિયાત એક રીતે ઓછી થઈ ગઈ છે.

ઓનલાઈન રહેતા 92 ટકા લોકો ઈમોજીનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાંક ભારતીયો સર્વેક્ષણમાં એવું જણાવ્યું કે, તેઓ હસવા અને હસતાં હસતાં આંખમાંથી આંસુ આવી જવાને સમજી નથી શકતાં. યુઝર્સ ઇમોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના અંગે થોડી સાવચેતી પણ રાખતાં હોવોનું જાણવા મળ્યું છે તો કેટલાક તેને મજાકમાં ખપાવે છે. તો કેટલાંક લોકો ઈમોજીને પોતાની ફિલિંગ જે શબ્દોમાં ન કહી શકાય તેને દર્શાવવા માટે ઉત્તમ માને છે.

Back to top button