ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

હાથીના બચ્ચાંએ ધૂળમાં રમી હોળી, વીડિયો જોઈને લોકોએ કહ્યું – So Cute

Text To Speech

HD ન્યૂઝ (અમદાવાદ ), 07 માર્ચ: હોળીનો તહેવાર, જે તેના ઉત્સાહી રંગો અને ઉત્સવની ભાવના સાથે વસંતના આગમનનું પ્રતીક છે.હોળીના તહેવારને આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક હાથીનું બચ્ચું એટલે મદનિયું એ તહેવારમાં ભાગ લેવા માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. હાથીનો મસ્તી કરતો વીડિયો IFS અધિકારી સુસાંતા નંદાએ શેર કર્યો છે.હાથીની ખુશી અને ખેલદિલીએ લોકોનું દિલ જીતી લીધું છે.

હાથીના બચ્ચાંનો વીડિયો વાયરલ થયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રમતિયાળ મદનિયું ધૂળમાં સ્નાન કરી રહ્યું છે. ગંદકીમાં આમતેમ પડખું ફેરવે છે અને પોતાની ચારેબાજુ ધૂળના વાદળ બનાવે છે. તહેવારમાં હાથીના બચ્ચાંના ભોળપણ અને ખુશીના દ્રશ્યો દર્શાવતા આ વીડિયોમાં સુસાંતા નંદાએ કેપ્શનમાં લખ્યું છે કે, પોતાની રીતે હોળી રમવી.

હાથીની બચ્ચાની ખુશી અકલ્પનીય છે કારણ કે તે ક્ષણમાં ખોવાઈ જાય છે. વીડિયોમાં દર્શકોએ મદનિયુંની સલામતી વિશે પણ ખાતરી કરી છે. કારણ કે સંભાળ રાખનારા રમતિયાળ મદનિયું પર સચેત નજર રાખતા દેખાય છે. તેઓ ખાતરી કરે છે કે, કોઈપણ જોખમ વિના તે ધૂળમાં મસ્તીની મજા માણે. આ આનંદિત ક્ષણ ન માત્ર એ લોકોના ચહેરા પર સ્મિત લાવે છે, જે તેને જુઓ છે, પરંતુ જે લોકો જીવનમાં નાની-નાની બાબતોની કદર કરવા અને તેમાં ખુશી શોધવા માટે પણ હળવું પ્રોત્સાહન પણ આપે છે.

આ પણ વાંચો: હાથીએ તેના ગુસ્સે થયેલા સાથીને પ્રેમ વરસાવીને શાંત પાડ્યો, જૂઓ વીડિયો

Back to top button