રાજપાલ યાદવને મળી હતી ધમકી, બે દિવસ બાદ આજે પિતાનું નિધન


મુંબઈ, 24 જાન્યુઆરી 2025 : ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવના પિતાનું અવસાન થયું છે. તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાની તબિયત બગડ્યા બાદ રાજપાલ ગઈકાલે થાઈલેન્ડથી દિલ્હી પહોંચ્યા હતા. તાજેતરમાં રાજપાલ યાદવ અને અન્ય કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
તેમના પિતાએ દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર તેમના ગૃહ જિલ્લા શાહજહાંપુરમાં કરવામાં આવશે. રાજપાલ યાદવને બુધવારે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. રાજપાલ ઉપરાંત સુગંધા મિશ્રા, રેમો ડિસોઝા અને કપિલ શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ચારેયને પાકિસ્તાનથી ધમકીભર્યા મેઇલ મળ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
ધમકીભર્યા ઈમેલના અંતે ‘બિષ્ણુ’ લખેલું છે
ધમકીભર્યા ઈમેલના અંતે ‘બિષ્ણુ’ લખેલું છે. આ કારણે, બધી શંકા લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પડી રહી હોય તેવું લાગે છે. જોકે, આ મામલે આવી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન બહાર આવ્યું નથી.
ધમકી બાદ રાજપાલે ફરિયાદ નોંધાવી હતી
ધમકી બાદ રાજપાલ યાદવે કહ્યું કે તેમણે અંબોલી પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી તેણે કોઈની સાથે આ અંગે ચર્ચા કરી નહીં. મેં મારી કલાથી બધાને હસાવ્યા છે. અમારા મનોરંજનથી બધા ખુશ હતા. હું આનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી. એજન્સીઓ આ વિશે વાત કરી શકે છે.
આ પણ વાંચો : શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે શરૂઆત બાદ ઉંચકાયું