અમદાવાદ: યુવક રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયો, ક્રાઇમબ્રાંચે તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો


- વાહન લે-વેચની કામગીરી કરતો યુવક છ દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપત્તા
- દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવીને બેહોશ કરીને કેનાલમાં ફેંકી દીધો
- બે યુવકોની ધરપકડ કરીને સ્થાનિક પોલીસને હવાલે કર્યા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો અને વાહન લે-વેચની કામગીરી કરતો યુવક છ દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયો હતો. જેને લઈને ક્રાઇમબ્રાંચે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવીને બેહોશ કરીને કેનાલમાં ફેંકી દીધો
આ યુવકની તેના જ બે નજીકના મિત્રોએ બેન્ક એકાઉન્ટમાં ધંધાકીય વ્યવહારના જમા થયેલા 18 લાખ રૂપિયા મેળવવા માટે તેને દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવીને બેહોશ કરીને કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે હત્યા કરનાર મિત્રો 18 લાખની રકમ ટ્રાન્સફર કરી શક્યા નહોતા. ક્રાઇમબ્રાંચે નિકોલમાં રહેતા બે યુવકોની ધરપકડ કરીને સ્થાનિક પોલીસને હવાલે કર્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
શહેરના નિકોલમાં રહેતો 27 વર્ષીય જયેશ વણઝારા વાહન લે-વેંચનો વ્યવસાય કરે છે. તેના બેન્ક એકાઉન્ટમાં કોઈ ધંધાકીય વ્યવહાર અનુસંધાનમાં 18 લાખ રૂપિયા જમા થયા હતા. 9મી ફેબ્રુઆરીના રોજ સાંજ સાત વાગ્યાના સુમારે તે થોડીવારમાં આવુ છુ તેમ કહીને ગયા બાદ પરત આવ્યો નહોતો અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેના પિતા સરદારભાઇએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમબ્રાંચે નિકોલમાં રહેતા બે યુવકોની ધરપકડ કરીને સ્થાનિક પોલીસને હવાલે કર્યા
આ અનુસંધાનમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી બી પટેલ અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા માહિતી મળી હતી કે જયેશ લાપત્તા થયો તે કેસમાં તેના નજીકના બે મિત્રો સચીન પંચાલ અને વિવેક ખત્રીની સંડોવણી સામે આવી છે. તેથી ક્રાઇમબ્રાંચે નિકોલમાં રહેતા બે યુવકોની ધરપકડ કરીને સ્થાનિક પોલીસને હવાલે કર્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર : UKમાં નોકરી આપવાના બહાને યુવાન સાથે રૂ.39 લાખની છેતરપિંડી