બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના 4 કેસ,જાણો તેના લક્ષણો અને નિદાન વિષે

- સુઈગામનું પાડણ, દાંતીવાડા કોલોની, પાલનપુરના આરટીઓ ફાટક નજીક અને કાંકરેજના ડુંગરાસણના બાળકો ચપેટમાં..!
- ચારેયના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા, આજે રીઝલ્ટ આવે તેવી શક્યતા
બનાસકાંઠા 21 જુલાઈ 2024 : ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ચાર જગ્યાએથી સામે આવ્યા છે આ વાયરસના શંકાસ્પદ લક્ષણોના પગલે ચારેય દર્દીઓ જુદી જુદી જગ્યાએ હાલમાં સારવાર હેઠળ છે જેમાં બે અમદાવાદ સિવિલ એક ઝાયડસ હોસ્પિટલ અને એક પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસમાં પરિવારમાં ગભરાટ ન ફેલાય તેનું આરોગ્ય વિભાગ વિશેષ તકેદારી રાખી રહ્યું છે. મુખ્યત્વે ખેંચ સાથે તાવ આવતા બાળકને શંકાસ્પદ રીતે ટ્રીટ કરી સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યભરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે. હવે બનાસકાંઠા જિલ્લામાં પણ શંકાસ્પદ એક પછી એક 2 જ દિવસમાં ચાર કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવીને તુરંત સર્વે કામગીરી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી પ્રથમ કેસ સુઈગામ તાલુકાના પાટણ નજીક ચાર વર્ષના બાળકનો મળી આવ્યો હતો જેને તાવ સાથે ખેંચ આવતા અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો જેના સેમ્પલ લેવાયા છે. બીજો કેસ દાંતીવાડા કોલોની માંથી 16 વર્ષના કિશોરનો મળ્યો હતો જેને પણ તાવ ઝાડા ઉલટી તથા પાલનપુરની જુદી જુદી બે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જેનું સેમ્પલ પરીક્ષણ અર્થે પુનાની લેબમાં મોકલવામાં આવ્યું છે. ત્રીજો કિસ પાલનપુર શહેરના આરટીઓ ફાટક પાસે મળી આવ્યો હતો જેમાં આઠ વર્ષના બાળકને તાવ સાથે ખેંચ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે જ્યારે ચોથો શંકાસ્પદ કેસ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામમાંથી મળી આવ્યો હતો અહીં 12 વર્ષના બાળકને તાવ સાથે ખેંચ આવતા પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સારવારથી દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમિયોલોજિસ્ટ ડૉ. ભારમલ પટેલે જણાવ્યું હતું કે ” ચાંદીપુરા વાયરસના જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે. નિવારણ અર્થે નિયંત્રણ પગલાં બચાવ માટે જરૂરી છે. સાવચેત અને સમય સૂચક રહો.”
સેમ્પલ માટે મણકાની અંદરનું પાણી લેબમાં મોકલાય છે: ડો. જીગ્નેશ હરિયાણી (ડિસ્ટ્રિક્ટ એપેડેમિક ઓફિસર, બનાસકાંઠા)
” બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી હાલ જે પણ કેસો છે તે તમામ શંકાસ્પદ છે. શંકાસ્પદ દર્દીના બ્લડના સેમ્પલ અને મણકાની નસની અંદરનું પાણી સેમ્પલ અર્થે લેવામાં આવે છે અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે.”
ચાંદીપુરા વાયરસ એક જીવલેણ હેમરેજિક તાવ છે
Rhabdoviridae કુટુંબનું 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મળી આવેલું. જે વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે.
રોગ:
– ચાંદીપુરા વિષાણુ થી થતો રોગ
– સમયગાળો: 2-7 દિવસ
– મૃત્યુ દર: જો સારવાર ન કરવામાં આવે તો 50-80%
સંક્રમણ:
– વેક્ટર: સેન્ડફ્લાય (ફ્લેબોટોમસ એસપીપી.)
– પશુ યજમાન: ચામાચીડિયા, ઉંદરો અને અન્ય નાના સસ્તન પ્રાણીઓ
– માનવ-થી-માનવ ટ્રાન્સમિશન: દુર્લભ, પરંતુ ચેપગ્રસ્ત શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા શક્ય છે
લક્ષણો:
– તાવ
– માથાનો દુખાવો
– સ્નાયુમાં દુખાવો
– સાંધાનો દુખાવો
– રક્તસ્રાવની વૃત્તિઓ (પેટેચીયા, એકીમોસિસ, હેમેટેમેસિસ)
– ન્યુરોલોજીકલ લક્ષણો (ગૂંચવણ, ઉશ્કેરાટ, ખેંચ)
નિદાન:
– પીસીઆર (પોલિમરેઝ સાંકળ પ્રતિક્રિયા)
– ELISA (એન્ઝાઇમ-લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે)
– વાયરસ અલગતા
સારવાર:
– સહાયક સંભાળ (પ્રવાહી રિપ્લેસમેન્ટ, ઓક્સિજન ઉપચાર)
– એન્ટિવાયરલ થેરાપી (રિબાવિરિન)
– પ્રાયોગિક સારવાર (નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન)
નિવારણ:
– વેક્ટર નિયંત્રણ (જંતુનાશકો, repellant)
– વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (માસ્ક, મોજા, મચ્છરદાની)
– ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો
આ પણ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા, આંકડો જાણી રહેશો દંગ