કેટલી માત્રામાં માછલી ખાવાથી આપણા શરીરને થાય છે ફાયદો? જાણો સમગ્ર વિગત


જે લોકો નોન-વેજ ખાય છે તેમના આહારમાં ઈંડા, ચિકન, મટન, સી ફૂડ, પોર્ક, માછલી વગેરેનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના પ્રોટીન માછલીમાં જોવા મળે છે. નિષ્ણાતોના મતે, માછલી ખાવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માછલીના સેવનથી ગંભીર અને જીવલેણ બીમારીનો ખતરો વધી શકે છે. આ સંશોધન કોણે કર્યું છે અને માછલીના વધુ પડતા સેવનથી કયા રોગનું જોખમ વધે છે?ચાલો આ વિશે તમને જણાવીએ
આ જીવલેણ રોગનું જોખમ વધી શકે છે
અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણો ત્વચાના કોષોના ડીએનએને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ત્વચાનું કેન્સર થાય છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માછલી ખાવાથી વ્યક્તિમાં મેલાનોમાનું જોખમ વધી શકે છે, જે એક પ્રકારનું કેન્સર છે.
બ્રાઉન યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો દર અઠવાડિયે 300 ગ્રામ માછલી ખાય છે તેમને જીવલેણ મેલાનોમાનું જોખમ 22 ટકા વધારે હતું. આ સંશોધનમાં 62 વર્ષની વયના 4 લાખ 91 હજાર 367 પુખ્ત વયના લોકોએ ભાગ લીધો હતો. તેમની પાસેથી માછલીના સેવન અંગે માહિતી લેવામાં આવી હતી. આ સંશોધનમાં સામેલ લોકોએ ગયા વર્ષે તળેલી માછલી, અને તળ્યા વિનાની માછલી અથવા ટુના માછલી ખાધી હતી.
જે લોકો આ માછલી ખાય છે તેમને વધુ જોખમ રહેલું છે
આ સંશોધનમાં વજન, ધૂમ્રપાન, મદ્યપાન, આહાર, કેન્સરનો પારિવારિક ઈતિહાસ, યુવી કિરણોત્સર્ગના સંપર્ક વગેરે જેવા ડેટાને પ્રભાવિત કરતા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તારણોમાં જાણવા મળ્યું છે કે 1 ટકા લોકોને મેલાનોમાનું જોખમ વધી ગયું હતું અને 0.7 ટકા લોકોને મેલાનોમાનું જોખમ વધારે હતું. આ લોકોમાં માછલીનું સેવન ત્વચાના કેન્સરના જોખમ સાથે સંકળાયેલું હતું.
અન્ય સંશોધનમાં જે લોકોએ તળ્યા વિનાની માછલી ખાધી હતી તે દર્શાવ્યું હતું કે તે લોકોમાં મેલાનોમાનું જોખમ 18 ટકા વધારે હતું. ટુના માછલી ખાનારાઓમાં મેલાનોમાનું જોખમ 20 ટકા વધારે હતું. આશ્ચર્યજનક રીતે, તળેલી માછલી ખાનારાઓમાં કેન્સર સંબંધિત કોઈ જોખમ નહોતું.
કાળી ત્વચા ધરાવતા લોકોમાં જોખમ ઓછું હોય છે
સંશોધન લેખક Eunyoung Cho અનુસાર મેલાનોમા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પાંચમું સૌથી સામાન્ય કેન્સર છે અને મેલાનોમા થવાનું જોખમ ગોરી ત્વચા ધરાવતા 38 લોકોમાંથી એક અને કાળી ત્વચાવાળા લોકોમાં 1,000માંથી એક વ્યક્તિમાં છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં માછલીના વપરાશમાં થયેલા વધારાને કારણે અમે આ સંશોધન કર્યું છે. આ સંશોધનમાં કેન્સર અને માછલીના સેવન વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે.
Eunyoung Choમાં વધુમાં જણાવ્યું હતું કે, અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો માછલી ખાય છે તેમના શરીરમાં પારો અને આર્સેનિક જેવી ભારે ધાતુઓનું પ્રમાણ વધુ હોય છે. તેઓ ત્વચાના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. આ નવું સંશોધન લોકોમાં મૂંઝવણ પેદા કરી શકે છે.
અભ્યાસના લેખકોએ એમ પણ કહ્યું કે આ સંશોધનમાં માછલીમાં રહેલા દૂષિત તત્વોનું પ્રમાણ માપવામાં આવ્યું નથી. તેથી આ વાતને સંપૂર્ણ રીતે સ્વીકારવી યોગ્ય નથી. આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે. તેનાથી વિપરીત, નેશનલ હેલ્થ એસોસિએશન કહે છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માછલી ખાવી જોઈએ. બે સર્વિંગમાં, એક સર્વિંગ તેલયુક્ત માછલીની હોવી જોઈએ. જો કોઈને માછલી ખાધા પછી ત્વચામાં કોઈ ફરક દેખાય તો તેણે ડોક્ટરને બતાવવું જોઈએ.