અમદાવાદની આ સ્કૂલ એક્ટિવિટીના નામે પૈસા ઉઘરાવતી હોવાથી ડીઈઓએ લીધો આકરો નિર્ણય


- અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને PYP પ્રોગ્રામ બંધ કરવાનો આદેશ
- સ્કૂલ પ્રોગ્રામ બંધ નહીં કરે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
- NOC રદ કરવાની DEOની ચીમકી આપી છે
અમદાવાદની બોડકદેવ વિસ્તારમાં આવેલી અને સતત વિવાદમાં રહેતી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પીવાયપી એનરિચિંગ પ્રોગ્રામ શરૂ કરીને વધારાની ફી વસૂલવા કારસો ઘડયો હતો. જેની સામે વાલીઓએ વ્યાપક વિરોધ કરીને ડીઈઓમાં રજૂઆત કરી હતી. ડીઈઓએ તપાસ કમિટી નિમ્યા બાદ આજે સ્કૂલને આ પ્રોગ્રામ બંધ કરવા, વાલીઓને સમાન શિક્ષણ આપવા તાકીદ કરી છે. જો સ્કૂલ પ્રોગ્રામ બંધ નહીં કરે તો એનઓસી રદ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ ખાતે EDએ આ કંપનીઓની રૂ.10.38 કરોડની રકમ ફીજ કરી
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને PYP પ્રોગ્રામ બંધ કરવાનો આદેશ
ડીઈઓ કચેરીમાં વાલીઓએ કરેલી ફરિયાદ મુજબ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલની જે તે ધોરણની ફી રૂ.1.35 લાખ જેટલી વસૂલે છે. ઉપરાંત PYP એનરિચિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ એક્ટિવીટીમાં નોંધણી કરાવવા માટે દબાણ કરાતું હોવાની વાલીઓ દ્વારા ફરિયાદ કરાઈ હતી. સ્કૂલ દ્વારા વધારાની એક્ટિવિટીના નામે વાલીઓ પાસેથી મંજુર ફી ઉપરાંત રૂ.50 હજાર વસૂલવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચો: અષાઢી બીજના દિવસે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ
સ્કૂલ પ્રોગ્રામ બંધ નહીં કરે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે
વાલીઓએ એવા પણ આક્ષેપ કર્યાં છે કે, વધારાની એક્ટિવિટી લેવા વાલીઓ મજબૂર થાય તેના માટે બાળકોને જુદા-જુદા વર્ગોમાં બેસાડવામાં આવે છે. વાલીઓની ફરિયાદ મુજબ સ્કૂલ દ્વારા ઓપ્ટ ઈન અને ઓપ્ટ આઉટ નામે ક્લાસ પણ અલગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ અન્ય એક્ટિવિટી માટે સંમતિ આપી છે તેમના બાળકોને અલગ ક્લાસમાં બેસાડીને ભણાવાય છે.ડીઈઓએ આજે સ્કૂલને પીવાયપી એનરિચિંગ પ્રોગ્રામનો અમલ શાળા સમય દરમિયાન નહીં કરવા સૂચના આપી છે.