

અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની NIA કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ટેરર ફંન્ડિંગને લગતા બે કેસમાં યાસીનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે, યાસીન મલિકને 4 કેસમાં દસ-દસ વર્ષની જેલની સજા તેમજ રૂપિયા દસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકામાં મોતની સજા પામેલા આરોપી સફદર નાગોરીએ મધ્યપ્રદેશની ભોપાલ જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફરની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં નાગોરી સહિત 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, ત્યારે હવે નાગોરી ફરીથી જેલ ટ્રાન્સફરની માગ કરી છે. સિરીયલ બ્લાસ્ટના નાગોરી સહિતના તમામ નવ દોષિતોને વર્ષ 2017માં સાબરમતી જેલથી મધ્યપ્રદેશની જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમના ટ્રાન્સફરના આદેશ થતાં તેનો આરોપીઓએ વિરોધ કર્યો હતો. જોકે આ અરજી વેકેશનમાં સુનાવણી કરી રહેલી બેંચ સમક્ષ આવતાં કોર્ટે આ મામલો કોઇ અરજન્સીનો ન હોવાથી નિયમીત બેંચ સમક્ષ તેની સુનાવણી કરવામાં આવશે.