રણવીર અલાહબાદિયાથી વિરાટ કોહલી પણ નારાજ, ભર્યું આ સખત પગલું


- દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી પણ રણવીર અલાહબાદિયાથી નારાજ દેખાઈ રહ્યા છે. વિરાટનું રિએક્શન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું
13 ફેબ્રુઆરી, મુંબઈઃ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અભદ્ર ટિપ્પણીઓ કર્યા બાદ સમગ્ર દેશવાસીઓ દ્વારા ટીકાનો ભોગ બનેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રણવીર અલાહબાદિયાની મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે તેના દિગ્ગજ સમર્થક અને ફોલોઅર્સ પણ તેનાથી પીઠ ફેરવી રહ્યા છે. એક ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ફર્મના રિપોર્ટ અનુસાર, આ ઘટના સામે આવ્યા બાદ રણવીરે લગભગ 8,000 ફોલોઅર્સ ગુમાવી દીધા છે. આ દરમિયાન દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી પણ રણવીર અલાહબાદિયાથી નારાજ દેખાઈ રહ્યા છે. વિરાટ કોહલીએ રણવીરને અનફોલો કર્યો છે.
કોહલીની ફોલોઈંગ લિસ્ટનો એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને જ્યારે રણવીરને તેમાં શોધવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ વિવાદ પછી વિરાટે આ પોડકાસ્ટરને અનફોલો કરી દીધો છે. ત્યારથી આ મામલો સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ચાહકોએ આ ઘટનાનો ઉલ્લેખ અલગ અલગ ફોરમ પર કર્યો છે. આ ચાહકો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Shocking 😯 virat kohli unfollows Ranveer Allahbadiaon Instagram amid India’s Got Talent controversy
#RanveerAllahbadiaControversy #LaCasaDeLosFamososCol #ViratKohli pic.twitter.com/fXdPEXmGBO— Gyanendra Yadav (@Gyanendra_Y20) February 13, 2025
લોકોના રિએક્શન
વિરાટ કોહલીના ફોલોઈંગના લિસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ પર કમેન્ટ કરતા યૂઝર્સે લખ્યું છે કે તેમને ખબર છે કે આ પેઢી માટે શું સારું છે. એક અન્ય વ્યક્તિએ લખ્યું છે કે વિરાટની પીઆર ટીમ હંમેશા આવા ડ્રામાથી દૂર રહે છે.
આ પણ વાંચોઃ આ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશુંઃ વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ